Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી રાહુલ ભુવાનો કાલે જન્મદિન

રાજકોટ તા. ૧૪ :.. આદર્શ શિક્ષક, મોટીવેશનલ સ્પીકર અને લેખક તરીકેની મહત્વની ભૂમિકા ભજવી રહેલ રાહુલ ભુવાનો કાલે જન્મ દિવસ છે.

આમ આદમી પાર્ટીમાંથી ગઇ મહાનગર પાલીકાની વોર્ડ નં. ૪ માંથી ચૂંટણી લડેલા હતાં. હાલ શહેર આમ આદમી પાર્ટી સંગઠન મહામંત્રીની જવાબદારી નિભાવી રહ્યા છે.

યોધ્ધા ફાઉન્ડેશન દ્વારા છેલ્લા બે વર્ષ દરમિયાન ગરીબ બાળકોને ચોપડા વિતરણ, જરૂરીયાતમંદ લોકોને ધાબળા વિતરણ, બલ્ડ ડોનેશન કેમ્પ, કોરોનાના સમયગાળા દરમિયાન, ઓકિસજન બોટલ, દવાઓ, અનાજની કીટ, સેનિટાઇઝર અને માસ્ક વિતરણ વગેરે જેવી સામાજિક પ્રવૃતિ કરીને જરૂરીયાતમંદ લોકોની મદદ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

(2:58 pm IST)