Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

રાજકોટ ડી.આર.ડી.એ. નિયામક જે.કે.પટેલનો જન્મદિન

રાજકોટ : શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ, સિદસરના મેનેજીંગ ડીરેકટર અને રાજ્યના અધિક કલેકટર કક્ષાના અધિકારી શ્રી જયેશ કે. પટેલનો જન્મ તા. ૧૫ ઓકટોબર, ૧૯૬૪ના દિવસે થયેલ. આજે ૫૮માં વર્ષની કેડીએ કદમ માંડ્યા છે.  તેઓ હાલ રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીના નિયામક તરીકે ફરજ બજાવી રહ્યા છે.

શ્રી જે.કે.પટેલ મુળ જામનગરના વતની છે. ભૂતકાળમાં ચોટીલા અને રાજકોટ ગ્રામ્યમાં પ્રાંત અધિકારી, અમદાવાદમાં અધિક નિવાસી નાયબ કલેકટર, તત્કાલીન કૃષિ પ્રધાન ચીમનભાઇ સાપરિયાના અંગત સચિવ, ભાવનગર શહેર વિકાસ સત્તા મંડળના મુખ્ય કારોબારી અધિકારી વગેરે સ્થાનો પર કામગીરી કરી ચૂકયા છે. (૨૨.૫૩)

મો. ૯૪૨૬૪ ૩૨૦૫૧-રાજકોટ

(3:03 pm IST)