Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

જૈન સાહિત્યકાર મનોજ ડેલીવાળાનો આજે જન્મ દિવસ..

સુપૂત્રી મુમુક્ષુ ચિં. આરાધનાને જિન શાસનના ચરણે,ગુરુ શરણે સોંપનાર

 રાજકોટ,તા.૧૮ : કલમના કસબી જૈન સાહિત્યકાર મનોજ ડેલીવાળાના હાથમાં કલમ અને કાગળ આવે એટલે કોલમને એવી મઢાવે અને મઠારે કે વાચકોને એમ જ થાય કે જાણે જૈન કાર્યક્રમ જીવંત નિહાળી રહ્યાં છીએ.

જૈન ધમૅનો કોઈ પણ પ્રસંગ હોય પર્વાધિરાજ પર્યુષણ પર્વ હોય કે આયંબિલ ઓળી હોય,પ્રભુ મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ હોય કે વીર નિવૉણ મહોત્સવ ,સવંત્સરી-ક્ષમાનું મહા પર્વ હોય કે ગુરુ પૂર્ણીમાં,દીક્ષા હોય કે વડી દીક્ષા,સંઘ જમણ હોય કે તપનો રૂડો અવસર હોય. દરેક ધાર્મિક પ્રસંગોને મનોજ ડેલીવાળા પ્રચાર-પ્રસારના માધ્યમથી લાખો લોકો સુધી જૈનાગમના આધાર સાથે સુંદર મજાનું અદ્દભૂત આલેખન કરી પરમાત્માની જિનવાણી પીરસવાનું શ્રેષ્ઠ કાર્ય કરે છે. શહેરમાં ચાતુર્માસ એવમ્ આયંબિલ ઓળીમાં બીરાજમાન પૂ.સંત - સતિજીઓની યાદિ પ્રસિદ્ધ કરી શાસન પ્રભાવનામાં નિમિત્ત બને છે.

ભારતભરના દરેક સંપ્રદાયના પૂ.સાધુ - સાધ્વીજીઓ સાથે આત્મીયતા ભર્યા સંબંધો ધરાવે છે.

 મનોજ ડેલીવાળાના મુખેથી દીક્ષા મહોત્સવ અવસરે નારા સાંભળવા એ એક અદ્દભૂત લ્હાવો છે.અલગ અંદાજમાં જોમ - જુસ્સાપૂર્વક સંયમ અનુમોદના ના એવા નારા લગાવે કે માહોલ સંયમમય બની જાય. જન્મ દિવસના અવસરે મનોજ ડેલીવાળાના (મો.૯૮૨૪૧ ૧૪૪૩૯) ઉપર અભિનંદન અને શુભેચ્છા વર્ષા થઈ રહી છે. 

(12:57 pm IST)