Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

કાલાવડના નિકાવા ગામના વિસાભાઈ ટોયટાનો જન્મદિવસ, ૭૨માં વર્ષમાં પ્રવેશ

કાલાવડ,તા.૧૮ : તાલુકાના નિકાવા ગામના રહેવાસી ભરવાડ સમાજના શુભચિંતક  વિસાભાઈ ઘુસાભાઈ ટોયટા  ૭૧ વર્ષ પૂર્ણ કરીને આજે ૭૨ માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. દશ સભ્યોનો પરિવાર છે. હાલના આ ફાસ્ટ યુગમાં અને અલગ રહેવાની દેખા દેખીમાં પરિવારરૂપી માળો વિખેરાઈ રહ્યો છે. સગા ભાઈઓ અલગ અલગ રહેવા લાગ્યા છે અને ઘણાં કિસ્સાઓ તો એવા પણ જોવા મળે છે કે એક કે એકથી વધુ દિકરાઓ હોવા છતાં તેમના માતા-પિતા અલગ રહેતા હોય છે જે આપણા બધા માટે શર્મ અને દુઃખનો વિષય કહેવાય. જ્યારે વિસાભાઈની વાત કરીએ તો તેમના બન્ને દિકરાઓ, પુત્રવધુઓ, પૌત્ર, પૌત્રીઓ સંયુકત તેમની સાથે જ રહે છે. સંયુકત પરિવાર આજના સમયમાં ભાગ્યેજ જોવા મળે છે. સત્તસંગી જીવન સાથે સંકળાઈને સર્વ સમાજના શુભચિંતક બનીને યથાશકિત મદદ કરીને સૌ કોઈના દિલમાં આદર્શ સ્થાન મેળવેલ છે. મીનાબેન માટીયા (પુત્રી), નારણભાઈ માટીયા (જમાઈ), મનિષાબેન ટારીયા (પુત્રી), રાજેશભાઈ ટારીયા (જમાઈ), ભોજાભાઈ ટોયટા (પુત્ર), અલ્પાબેન ટોયટા (પુત્રવધુ), દિનેશભાઈ ટોયટા (પુત્ર), સોનલબેન ટોયટા (પુત્રવધુ), સવિતાબેન બાંભવા (પુત્રી), ઘેલાભાઈ બાંભવા (જમાઈ) તેમજ કિરીટ, વિરલ, રવિ, રિધ્ધિ, ટપુ, વંદના, રામ, ટીંકલ, સતિષ, બંસી, વંશ્રી, ગોપાલ, કિશન, જય, વિરાલી, જેનાક્ષી, લક્ષ્મણ વગેરે શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. પત્રકાર ભોજાભાઈ ટોયટાના પિતા  વિસાભાઈ તેમજ તેમના માતા  સ્વ.બાલુબેનનો પણ આજે જન્મદિવસ છે, પરંતુ તેમના માતાજી તેઓની વચ્ચે રહ્યા નથી.

(3:31 pm IST)