Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

એડવોકેટ ભગીરથસિંહ ડોડીયાનો જન્મદિવસ : ૪૭ પુરા કરી ૪૮માં પ્રવેશ

રાજકોટ, તા. ર૧ : રાજકોટના જાણીતા યુવા ધારાશાસ્ત્રી શ્રી ભગીરથસિંહ ડોડીયાનો આજે જન્મદિવસ છે. સને ર૦૦૩માં તેઓએ રાજકોટના જાણીતા સીનીયર ધારાશાસ્ત્રીશ્રી લલિતસિંહ શાહીના જુનિયર તરીકે પ્રેકટીશ ચાલુ કરી હતી. ત્યારબાદ સને ર૦૦૮ ની સાલમાં સ્વતંત્ર પ્રેકટીસ શરૂ કરીને રાજકોટ-સૌરાષ્ટ્રના ચકચારી ખુન કેસોમાં બચાવપક્ષના ધારાશાસ્ત્રી તરીકે રોકાઇને મહત્વના અને સંવેદનશીલ કહી શકાય તેવા કેસોમાં આરોપીઓને ન્યાય અપાવીને ખુબ જ ટુંકાગાળામાં બહોળી પ્રસિધ્ધી હાંસલ કરી છે.

એડવોકેટ ભગીરથસિંહ ડોડીયાનો જન્મ તા. ર૧-૧૦-૭૪ નો રોજ થયેલ હતો, આજે તેઓ જીવન કાળના ૪૭ વર્ષ પુરા કરીને ૪૮ વર્ષમાં પ્રવેશ કરી રહેલ છે.

 ક્રિકેટમાં ખુબ જ રસ ધરાવતાં ભગીરથસિંહએ લોયર્સ સ્પોટર્સ ફાઉન્ડેશનની રચના કરી છે. હાલમાં તેઓ પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. આ ફેડેરશન દ્વારા સૌરાષ્ટ્ર કચ્છના વિવિધ વકિલ મંડળો તેમજ ન્યાયાધીશો સાથે ૧૧ થી પણ વધુ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજીને ક્રિકેટ ટુર્નામેન્ટને ખુબ જ સફળતા અપાવી છે. સને ૨૦૦૭ માં ભગીરથસિંહ જાડેજા રાજકોટ બાર એસો.ની ચૂંટણીમાં જીત મેળવી સેક્રેટરી પદે ચૂંટાઇ આવ્યા હતા. પોતાના મિલનસાર સ્વભાવ અને બહોળા ગ્રુપ સર્કલના કારણે વકીલોમાં ખુબ જ નામના મેળવી છે. આજે તેમના જન્મદિવસ નિમિતે તેઓને તેમના મો.નં.૯૮૨૪૪૧૫૩૧૫ ઉપર વકીલો, મિત્રો, સગાસ્નેહીઓ દ્વારા જન્મ દિવસની શુભકામના પાઠવી રહ્યા  છે.

(2:34 pm IST)