Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

મદદનીશ સરકારી વકીલ કમલેશ ડોડીયાનો જન્મદિવસઃ ૪૭માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ તા. રર : સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા ગામના વતની તથા હાલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ રાજકોટમાં છેલ્લા પાંચ વર્ષથી મદદનિશ સરકારી વકીલ તરીકે સેવા આપી રહેલ સંઘના સ્વયંસેવક કમલેશભાઇ ડોડીયાનો આજે જન્મ દિવસ છે. તેઓનો જન્મ તારીખ રર/૧૦/૧૯૭પ ના રોજ ચુડા ખાતે થયેલ અને તેઓ સફળ જીવનના ૪૬ વર્ષ પૂર્ણ કરી ૪૭ વર્ષમાં પ્રવેશી રહ્યા છે. તેઓને વડીલો, મિત્રો, શુભેચ્છકો તરફથી ઠેર સારી શુભકામનાઓ મળી રહેલ છે.

બાળપણથી જ સંઘના સ્વયંસેવક એવા કમલેશભાઇ ડોડીયાએ ધોરણ ૧ર સુધીનો હાઇસ્કુલનો અભ્યાસ પોતાના વતનના ગામ ચુડા ખાતે પૂર્ણ કરેલ અને તે દરમિયાન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સુરેન્દ્રનગર જિલ્લાના મંત્રી તરીકે વર્ષ ૧૯૯૩ થી૧૯૯૬ સુધી જવાબદારી સંભાળેલ જેમાં તીનબીધા આંદોલન હોય કે વિદ્યાર્થી મોરચો હોય રાજકોટ ખાતેનું રપમું પ્રદેશ અધિવેશન હોય કમલેશભાઇ ડોડીયા દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાંથી વિદ્યાર્થી આગેવાનોને એ.બી.વી.પી.માં જોડવાનું બહોળુ કાર્ય કરેલ, તે દરમિયાન વિદ્યાર્થી પરિષદના સર્વે આગેવાનો નવીનભાઇ શેઠ, અરૂણભાઇ યાર્દી, જયેન્દ્રભાઇ ભટ્ટ, અમિતભાઇ ઠાકર, ભાનુભાઇ માળી, તેજસભાઇ ભટ્ટી, નવીનભાઇ જોબનપુત્રા વિગેરેનો સતત માર્ગદર્શન મળેલ.

ભા.જ.પ. લીગલ સેલમાં કામગીરી સંભાળેલ તે દરમિયાન હંમેશા સ્વ. અભયભાઇ ભારદ્વાજ તેમજ સર્વે પ્રમુખઓ નિતીનભાઇ ભારદ્વાજ, ધનસુખભાઇ ભંડેરી, સ્વ. ભીખાલાલ વસોયા, કમલેશભાઇ મિરાણી દ્વારા સતત માર્ગદર્શન મળતુ રહ્યું છે તેમજ ચુંટણીને લગતી સર્વે કામગીરી દરમિયાન શહેર ભા.જ.પી.અગ્રણી કિરીટભાઇ પાઠક, નિતીનભાઇ ભૂત, માધવભાઇ દવે, નિરજભાઇ પાઠક સાથે કામ કરવાની કમલેશભાઇને ખુબ સારી તક મળેલ છે પોતાની યુવા વસ્થા દરમિયાન રામજાનકી  રથયાત્રા, સોમનાથથી અયોધ્યા અડવાણીજીની રથયાત્રા, રામજન્મભૂમિ આંદોલનમાં રામશીલા પુજન, તેમજ ૧૯૯ર ની કાર સેવા સમય દરમિયાન કામગીરી કરેલ તેનો કમલેશભાઇને હંમેશાના માટે આનંદ રહ્યો છે અને  યાદગીરી રહેલ છે.

આજરોજ કમલેશભાઇ ડોડીયાનો જન્મ દિવસ હોય તેઓને સાથેના સરકારી વકીલ સવેશ્રી  આબિદભાઇ શોસન, તરૂણ માથુર, રક્ષિત કલોલા, પ્રશાંત પટેલ, મુકેશભાઇ પીપળીયા વિગેરે  શુભેચ્છા તેમનામો. ૯૮રપ૦ પ૩૮૩૩ ઉપર આપી રહ્યા છે.

(11:35 am IST)