Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

રાજકોટ ભાજપ મહીલા મોરચાના પ્રમુખ કિરણબેન માકડીયાનો જન્‍મ દિવસ

રાજકોટઃતા.૨૧,રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન માકડીયાનો આજે જન્‍મદિવસ છે યશસ્‍વી જીવનના પ૨માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યાછે. વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની રાષ્‍ટ્રીય વિચારાધારા સાથે જોડાયેલા કિરણબેન માંકડીયા શહેર ભાજપના પૂર્વ ઉપપ્રમુખ, મહીલા મોરચાના પૂર્વ મહામંત્રી અને શિક્ષણ સમિતિના પૂર્વ સદ્‌સ્‍ય તરીકે જવાબદારી સંભાળેલ છે. વર્તમાનમાં તેઓ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી રહયા છે.  પોલીટીકલ સાયન્‍સ સાથેના સ્‍પેશ્‍યલ વિષય સાથે બી.એ ની પદવી હાંસલ કરી છે. ભારત સ્‍વાભિમાન ટ્રસ્‍ટ,પતંજલી યોગ સમિતિના સહ પ્રભારી, વિવેકાનંદ યુથ કલબ, કુમકુમ ગ્રુપ, કિલ્લોલ ચેરીટેબલ ટ્રસ્‍ટ જેવી અનેકવિધ સંસ્‍થાઓમાં સક્રિય યોગદાન આપી રહ્યા છે. આજે જન્‍મદિને મો.નં. ૯૪૨૭૫૬૫૦૧૯ ઉપર તેઓને શૂભેચ્‍છાઓ મળી રહી છે

(3:20 pm IST)