Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

અતરની ઇચ્‍છા નહિ, ખુદ ખુશ્‍બુ ડીડીઓ મેહુલ દવેઃ હેપ્‍પી બર્થ ડે

અમરેલીના વતની અને રાજકોટ સાથે આત્‍મીય નાતો

રાજકોટ : સંવેદનશીલ અને હકારાત્‍મક અભિગમ માટે સુપ્રસિધ્‍ધ આઇ.એ.એસ. કેડરના અધિકારી શ્રી મેહુલ કે. દવે માટે આજે વિશેષ યાદગાર દિવસ છે. તેમનો જન્‍મ ૧૯૬૬ ના વર્ષની તા. ૭ ફેબ્રુઆરીએ થયેલ. આજે ઝળહળતા જીવનના પ૮માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ હાલ ખેડા જિલ્લા વિકાસ અધિકારી છે.

શ્રી મેહુલ દવે ભુતકાળમાં મુખ્‍યમંત્રીના કાર્યક્રમ અધિકારી, રાજકોટમાં પ્રાંત અધિકારી અને નિવાસી નાયબ કલેકટર, રાજયમાં તોલમાપ નિયામક, ફોરેન્‍સીક સાયન્‍સ યુનિવર્સિટીના પ્રથમ કુલસચિવ, ખેડા અને અમદાવાદમાં અધિક નિવાસી કલેકટર, મહેસાણા જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક વગેરે પદ પર રહી ચૂકયા છે. તેઓ મુળ અમરેલીના વતની છે. તેમની પાસે આત્‍મીય સબંધોની મોટી મુડી છે. તેમની પ્રતિભા પરોઢના સોનેરી ઉજાસ જેવી છે.

ફોન નં. ૦ર૬૮-રપપ૩૩૩૪.

મો. નં. ૯૯૭૮૪ ૦૬ર૩૭ નડીયાદ

(4:32 pm IST)