Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

રિલાયન્સ ઇન્ઙ લિ.ના વાઇસ પ્રેસીડેન્ટ યોગેશભાઇ પાઠકનો જન્મદિન

ભાવનગર : રિલાયન્સ ઇન્ઙ લિ. ના વાઇસ પ્રેસીડેન્ટ યોગેશભાઇ પાઠકનો આજે જન્મ દિવસ છે.

ચોરવાડમાં કર્મકાંડ કરાવતા અને એક સમયે માત્ર રૂ. રપ૦ ની મુડી લઇને મુંબઇને કર્મભૂમિ બનાવી આ મુઠી ઉંચેરો માનવીની દીર્ઘ દ્રષ્ટિથી માનવપયોગી કાર્યોની વણથંભી વણઝાર અવિરત ચાલે છે. વિવિધ દિવ્યતાસભર મહોત્સવો કથા પ્રવચનો એમાય વળી માદરે વતન ચોરવાડમાંથી ડંડેશ્વર મહાદેવ મંદિરે યોજાયેલ અતીરૂદ્ર યજ્ઞ, લીમડા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલ હતું.

શીવ ભકતોના સહીયા પ્રયાસોથી ૧૩પ કરોડ ઓમ નમઃ શિવાય એ પંચાક્ષર સ્વયં સિધ્ધ મંત્ર છે. એ મંત્ર બુક સેવાર્થીઓ જન જન સુધી પહોંચાડી રહ્યા છે. એક અબજ પાત્રીસ કરોડ, મંત્ર બુક લખાયા બાદ મંત્ર મંદિરનું નિર્માણ થશે. 

(11:44 am IST)