Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

સરકારી વકીલ તથા નોટરી એડવોકેટ મુકેશ પીપળીયાનો જન્મ દિવસ

રાજકોટઃ. ગુજરાત સરકાર દ્વારા નિમણૂંક થયેલ મદદનીશ સરકારી વકીલ અને કેન્દ્ર સરકાર દ્વારા નિમણૂંક થયેલ નોટરી મુકેશ જી. પીપળીયાનો આજે જન્મ દિવસ છે. તેઓએ તેમની વકીલાત સને ૨૦૦૧થી શરૂ કરેલ અને ઉતરોતર દિન પ્રતિદિન પ્રગતિના પગથીયા સર કરતા રહેલ છે. તેઓ રાજકોટ બાર એસોસીએશનમાં બે વખત કારોબારી સભ્ય તરીકે ચૂંટાયેલ છે. તેમજ મીડીએશન સેન્ટર રાજકોટમાં મીડીયેટર તરીકે સેવા આપે છે. સરકાર તરફે અનેક કેસમાં આરોપીઓને સજાઓ કરાવેલ છે. તેમજ અનેક જામીન અરજીઓ રદ કરાવેલ છે. આમ તેઓએ તેમની વકીલાતના ક્ષેત્રે ખૂબજ પ્રગતિ કરેલ છે. આજરોજ તેમના જન્મ દિવસ નિમિતે તેમના મિત્રો સગા-સંબંધીઓ તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ છે અને તેમના મો. ૯૮૨૪૮ ૨૬૨૬૬ ઉપર શુભેચ્છાઓનો ધોધ વહાવેલ છે.

(1:02 pm IST)