Gujarati News

Gujarati News

News of Tuesday, 15th November 2022

ચૂંટણીના ઢોલ સાથે શુભેચ્‍છાના બોલઃવલ્લભભાઇ દુધાત્રાને હેપ્‍પી બર્થ ડે

રાજકોટના પૂર્વ ડે.મેયર અને ધ્રાંગધ્રાના ભાજપના પ્રભારી લોકહદયમાં બિનહરીફ

‘ઘાટે બંઘાણી મારી હોડી વછોડી જા,

સાગરની સેરે ઉતારી તું જા,

મનના માલિક તારી મોજના હલેસે,

ફાવે ત્‍યાં એને હંકારી તૂં જા'

જાણીતા કવિ સુંદરમે ઇશ્વરને સંબોધીને રચેલી આ પંકિત સુપ્રસિધ્‍ધ સમાજ સેવક વલ્લભભાઇ પોલાભાઇ દૂધાત્રાને બહુ પ્રિય છે. તેમણે આજે પોતાના જન્‍મદિને આ પ્રકારની પ્રાર્થનાનું પુનરાવર્તન કર્યુ છે. આજ વલ્લભભાઇ કા જન્‍મદિન અબબેલા, લગા હૈ શુભકામના કા બડા મેલા...

૧૯૬૧ ના વર્ષની ૧પ નવેમ્‍બરે કુવાડવામાં જન્‍મેલા શ્રી દૂધાત્રા આજે ૬રમાં વર્ષના ઉંબરે પહોંચ્‍યા છે.  સામાકાંઠા વિસ્‍તારમાંથી ત્રણ વખત ભાજપના કોર્પોરેટર તરીકે ચૂંટાઇને તેમણે પોતાની લોકપ્રિયતા સિધ્‍ધ કરી છે. એક વર્ષ ડે. મેયર પદે રહ્યા હતાં. શહેર ભાજપના ઉપપ્રમુખ અને મહામંત્રી તરીકે રહી ચૂકયા છે. હાલ ધ્રાંગધ્રા-હળવદ- વિધાનસભા મતક્ષેત્રના ભાજપના પ્રભારી તરીકે કાર્યરત છે.

જાહેર જીવનમાં તડકા-છાંયા જોઇને તેમને ખ્‍યાલ આવી ગયો છે કે, આપણું ધાર્યુ થાય તો હરિ કૃપા અને આપણુ ધાર્યુ ન થાય તો હરિ ઇચ્‍છા.  પરાક્રમ કરતા પ્રેમનો મહિમા વધુ છે. જે કૃષ્‍ણએ આખો ગોવર્ધન પર્વત ટચલી આંગળીએ ઉપાડી લીધો હતો એ જ કૃષ્‍ણ વાંસળી બે હાથે પકડે છે. બસ આ જ ફરક છે. પરાક્રમ અને પ્રેમમાં...!

(મો. ૯૮ર૪૦ ૧૧૦૧૧ રાજકોટ) 

(11:39 am IST)