Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

પંચાયતના પૂર્વ ઉપાધ્યક્ષ વિજય પંથના પ્રવાસી દેસાઇનો જન્મદિન

વર્ષગાંઠની શુભેચ્‍છા અમારી, અવિરત પ્રગતિ રહે તમારી

રાજકોટ : જાહેર જીવનમાં વર્ષોથી ઝગમગતા રાજકોટ તાલુકા પંચાયતના ભૂતપૂર્વ ઉપાધ્‍યક્ષ શ્રી વિજય દેસાઇનો જન્‍મ ૧૮ નવેમ્‍બર ૧૯૭૫ના દિવસે થયેલ. આજે પ્રભાવી અને સેવાભાવી જીવનના ૪૮માં વર્ષની ડોર બેલ વગાડી છે.

શ્રી વિજય બાબુભાઇ દેસાઇ પાવર સોલાર પ્રોજેકટ અને આયાત - નિકાસના વ્‍યવસાય સાથે સંકળાયેલા છે. જય સરદારધામ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી તરીકે કાર્યરત છે. જય સરદાર યુવા ગ્રુપના નામથી નવરાત્રી મહોત્‍સવ યોજે છે. સર્વજ્ઞાતીય સમુહ લગ્નોત્‍સવ જેવી સેવાકીય પ્રવૃત્તિ તેમનો શોખનો વિષય છે. રાજકીય રીતે કેસરિયા રંગે રંગાયેલા છે. ખોખડદડ ગામના બંધવાળા મેલડી મંદિરના સેવક છે. આજે જન્‍મદિને વિશાળ શુભેચ્‍છક વર્ગ તરફથી મળેલી શુભેચ્‍છાનો સ્‍વીકાર કરી વળતી શુભેચ્‍છા પાઠવી રહ્યા છે. ‘મૈત્રી ભાવનું પવિત્ર ઝરણુ મુજ હૈયામાં વહ્યા કરે, શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્‍ય રહે...'

મો. ૯૮૨૫૦ ૩૨૭૩૧ રાજકોટ.

(10:44 am IST)