Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

પંચાયત વિભાગના અધિક સચિવ ૬૧માં વર્ષના દ્વારે

ઉતમથી સર્વોતમ તરફના યાત્રી મનોજ દક્ષિણીનો જન્મદિન

રાજકોટ : ગુજરાત વહીવટી તંત્રમાં નિષ્‍ઠા અને પ્રતિષ્‍ઠાથી ધબકતા-ઝબકતા અધિકારી તરીકે જાણીતા પંચાયત વિભાગના અધિક સચિવ શ્રી મનોજ વાય. દક્ષિણીનો (આઇ.એ.એસ.-૨૦૦૮) જન્‍મ તા. ૧૯ નવેમ્‍બર ૧૯૬૨ના દિવસે થયેલ. આજે ગતિશીલ અને પ્રગતિશીલ જીવનના ૬૧માં વર્ષની કેડીએ કદમ માંડયા છે.

શ્રી એમ.વાય.દક્ષિણી અગાઉ અમદાવાદ અને ખેડામાં નિવાસી નાયબ કલેકટર, પાલનપુરમાં નાયબ ચૂંટણી અધિકારી, રાજ્‍યમાં નાયબ મનોરંજન કર કમિશ્‍નર, સાયન્‍સ સીટીમાં વહીવટી અધિકારી, અધિક ઉદ્યોગ કમિશનર, યુવા સેવા સાંસ્‍કૃતિક કમિશનર, તાપીમાં અને મહેસાણામાં જિલ્લા વિકાસ અધિકારી આણંદમાં જિલ્લા કલેકટર વગેરે પદ શોભાવી ચૂકયા છે.

મો. ૯૮૨૪૧ ૦૦૨૪૧ ગાંધીનગર

(12:03 pm IST)