Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

શહેર ક્રાઇમ બ્રાંચના એભલભાઇ બરાલીયાનો બાવનમો જન્‍મદિવસ

રાજકોટ તા. ૧૮: શહેર ક્રાઇમ બ્રાંચમાં ફરજ બજાવતાં એભલભાઇ કરસનભાઇ બરાલીયાનો આજે બાવનમો જન્‍મદિવસ છે. રાજકોટમાં જ જન્‍મેલા એભલભાઇએ ફરજ દરમિયાન અલગ અલગ પોલીસ સ્‍ટેશનોમાં ડિટેક્‍શન ટીમોમાં રહી અનેક ગુનાઓના ભેદ ઉકેલવામાં મહત્‍વની કામગીરી કરી છે. હાલમાં ક્રાઇમ બ્રાંચમાં રેલ્‍વેની નોકરી કોૈભાંડ, લૂંટ, ચીલઝડપ, ચોરીઓ સહિતના ગુનાઓ ઉકેલવામાં તેમણે મહત્‍વની બાતમી મેળવી ઉપરી અધિકારીઓ તરફથી સન્‍માન મેળવ્‍યું છે. ૧૯૯૬માં ભરતી બાદ તેમનું પ્રથમ પોસ્‍ટીંગ ભક્‍તિનગર પોલીસમાં થયું હતું. એ પછી જુદા જુદા પોલીસ મથકોમાં ફરજ બજાવી છે. તેમને બહોળા મિત્રવર્તુળ, પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ સગા સ્‍નેહીઓ તરફથી (૮૨૩૮૨ ૮૦૮૧૮) ઉપર સતત શુભેચ્‍છાઓ મળી રહી છે.

(11:46 am IST)