Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર નીતિન રામાણીનો આજે જન્મદિવસ

રાજકોટ : શહેરના વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર અને સ્‍ટેન્‍ડિંગ કમિટી સભ્‍યશ્રી નીતિન એન.રામાણીનો આજે જન્‍મદિવસ છે. તેમનો જન્‍મ તા ૨૦ જાન્‍યુઆરીના રોજ તાલુકાના નાના મહીકા ગામે થયો હતો. તેઓએ યશસ્‍વી જીવનના ૪૨માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. નીતિન રામાણી નાની ઉંમરમાં સેવા અને સંગઠન થકી અનેરી સિધ્‍ધિઓ મેળવી છે. તેઓ વિવિધ સામાજીક સંસ્‍થાઓ, ગરબી મંડળો, વેપારી એસોસિએશન જેવી સંસ્‍થાઓ સાથે જોડીને લોકસેવાના કાર્ય કરતા રહે છે. રાજકીય-સામાજિક-આગેવાનો, પરિવારજનો, વિવિધ સંસ્‍થાઓ તેમજ મિત્રો દ્વારા (મો. ૯૮૭૯૦ ૭૭૦૯૨) ઉપર શુભેચ્‍છા વર્ષા થઇ રહી છે.

(4:12 pm IST)