Gujarati News

Gujarati News

News of Monday, 6th September 2021

નિવૃત ટાઉન પ્લાનીંગ અધિકારી ધીરૂભાઇ વી. મહેતાનો જન્મદિન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૬ :.. નિવૃત ટાઉન પ્લાનીંગ અધિકારી, ટ્રસ્ટી શ્રીરાજ રાજેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ, ટ્રસ્ટી શ્રી બ્રહ્મસંગમ ચેરીટેબલ ટ્રસ્ટ, પૂર્વ ઉપપ્રમુખશ્રી સમસ્ત બ્રહ્મસમાજ, તેમજ શ્રી રાજગોર બ્રાહ્મણ સેવા સંઘમાં જેવો એ ઘણા વર્ષો સુધી મંત્રીશ્રી તરીકે સેવા આપનાર ધીરૂભાઇ વી. મહેતાનો જન્મદિન છે તેઓએ આજે જીવનના ૬૮માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે.

અનેક વર્ષોથી તેવો બ્રહ્મ સંગમ દ્વારા સમસ્ત બ્રહ્મ સમાજ તેમજ શ્રી રાજ રાજેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ સમગ્ર રાજગોર સમાજ માટે વર્ષ દરમ્યાન અનેક વિવિધ આયોજનો કરી સમાજ જોડવાનું કાર્ય કરી રહ્યા છે તેમજ અસંખ્ય લોકોને અમૂલ્ય માર્ગદર્શન પુરૂ પાડી, અવસર આપી, નેતૃત્વ આપીને જ્ઞાતિ ક્ષેત્રે દોડતા કર્યા છે. તેવા ધીરૂભાઇ ખુબ જ તંદુરસ્ત, દીર્ઘાયુ તેમજ સુખમય જીવન ભોગવે તેવી પ્રાર્થના કરવામાં આવી રહી છે.

તેમના જન્મ દિવસ નિમિતે (મો. ૯૮રપર ૧૬૩પ૪) ઉપર શુભેચ્છાવર્ષા થઇ રહી છે.

(3:19 pm IST)