Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

નીચી માંડલની સીમથી દેશની સંસદ સુધીના યાત્રી

જીવનના વધુ એક નવા વર્ષના દ્વારે મોહનભાઇ કુંડારિયાના ટકોરા

રાજકોટ : લોકસભાના લોકપ્રિય સભ્‍ય શ્રી મોહનભાઇ કુંડારિયાનો જન્‍મ તા. ૬ સપ્‍ટેમ્‍બર ૧૯૫૧ના દિવસે થયેલ. ગઇ કાલે ૭૧માં વર્ષમાં પ્રવેશ નિમિતે શરૂ થયેલ શુભેચ્‍છા વર્ષા આજેય ચાલુ છે. તેઓ મૂળ મોરબી પંથકના નીચી માંડલ ગામના વતની છે.
શ્રી મોહનભાઇ બીજી વખત રાજકોટ બેઠક પરથી જંગી બહુમતીથી સાંસદ તરીકે ચૂંટાયેલા છે. તેઓ ભૂતકાળમાં રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ, પડધરી -ટંકારાના ધારાસભ્‍ય, રાજ્‍યમાં ગ્રામ વિકાસ મંત્રી, કેન્‍દ્રમાં કૃષિ રાજ્‍યમંત્રી વગેરે સ્‍થાનો પર રહી ચૂક્‍યા છે. દૂધમાં સાકર ભળે તેમ સૌની સાથે ભળી જાય છે.
મો. ૯૮૨૫૦ ૦૫૩૮૬ રાજકોટ

 

(1:10 pm IST)