Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

સામાજીક કાર્યકર ઇલાબેન ભટ્ટનો આજે જન્મદિવસ

જૂનાગઢ : સામાજીક કાર્યકર ઇલાબેન ભટ્ટનો આજે જન્મદિવસ છે. સામાજિક કાર્યકર શ્રીમતી ઈલાબેન ભટ્ટનો જન્મ ૭ સપ્ટેમ્બર, ૧૯૩૩ના રોજ અમદાવાદ ખાતે થયો હતો.

વર્ષ ૧૯૭૨માં તેમણે સેલ્ફ-એમ્પ્લોયડ વિમેન્સ એસોસિએશન નામની સંસ્થાની સ્થાપના કરી હતી. જેને ટૂંકમાં 'SEWA' સંસ્થા તરીકે ઓળખવામાં આવે છે.   તેઓ વર્ષ ૧૯૭૨ થી ૧૯૯૬ સુધી આ સંસ્થાના જનરલ સક્રેટરી પદે રહ્યા હતા.

૮ વર્ષ ૧૯૮૫માં તેમને ભારત સરકારે પદ્મશ્રી અને ૧૯૮૬માં પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.  ૮ વર્ષ ૧૯૭૭માં તેમને સામાજિક નેતૃત્વ માટે રેમન મેગ્સેસે એવોર્ડ એનાયત થયો હતો તેમ ડો. સચીન જે. પીઠડીયા માંગરોળની યાદીમાં જણાવેલ છે. 

(1:10 pm IST)