Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના આસીફ સલોતનો જન્‍મદિવસ

રાજકોટ,તા. ૧૨ : પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના અગ્રણી અને અલ્‍પ સંખ્‍યક નાણાં નિગમના પૂર્વ ડીરેકટર એવા આસીફભાઈ સલોતનો આજે જન્‍મદિવસ છે  રહયા છે ત્‍યારે ઠેર ઠેરથી શુભેચ્‍છાઓ મળી રહી છે. આસીફભાઈ સલોતના માતા ખેરૂનબેન સલોત તથા પિતા કાદરભાઈ સલોતના આશિર્વાદ અને તેમના જીવનમાં થયેલા સંસ્‍કારોના સિંચનથી તેઓ વર્ષોથી એટલે કે બાળપણથી જ ભાજપની વિચારધારા સાથે જોડાયેલા છે. આસીફભાઈના પિતા કાદરભાઈ સલોત ભારતીય જનતા પાર્ટીમાં ભુતકાળમાં અનેક જવાબદારીઓ નિષ્ઠાપુર્વક બજાવીને લઘુમતી સમાજને ભારતીય જનતા પાર્ટીની વિચારધારામાં જોડવામાં સિંહફાળો રહયો છે તેમજ તેમના માતા ખેરૂનબેન પણ અગાઉ કોર્પોરેશનની ચુંટણી લડયા હતા જનસંઘની વિચારધારા થી જોડાયેલા તેમના નાના ના સંસ્‍કારો પણ ઉતરી આવ્‍યા છે. આસીફભાઈ સલોત શહેર ભાજપ લઘુમતી મોરચાના આગેવાન તરીકે રહી પાર્ટીમાં વિવિધ જવાબદારીઓ સંભાળી છે. રાજકીય ક્ષેત્રમાં શહેર ભાજપ લઘુમતી મોરચાના પ્રભારી, શહેર ભાજપ કારોબારીમાં વિશેષ આમંત્રિત સદસ્‍ય ની સાથોસાથ સામાજીક ક્ષેત્રે પણ આગવુ પ્રદાન આપી રહયા છે જેમાં રાજકોટ શહેર તાજીયા કમિટિના પ્રમુખ તરીકે તેમજ રાજકોટ શહેર જામા મસ્‍જીદના ઉપપ્રમુખ તરીકે, રાજકોટ શહેર યમીન કમિટિના મહામંત્રી તરીકે જવાબદારી સંભાળી લઘુમતી સમાજના ઉત્‍થાન માટે હંમેશા સતત કાર્યરત રહ્યો છે. તેમના મો. ૯૮૨૫૦ ૭૮૬૦૯ છે.

(3:39 pm IST)