Gujarati News

Gujarati News

News of Thursday, 4th August 2022

રાજકોટ બાર એસોસિએશન પુર્વ લાયબ્રુરી સેક્રેટરી અને કારોબારી સભ્‍ય

એડવોકેટ સંદિપ વેકરીયાનો જન્‍મદિવસ

રાજકોટઃ સંદિપ એમ.વેકરીયાનો જન્‍મ ૪ ઓગષ્‍ટ ૧૯૮૫ના રોજ થયેલ, તેઓએ બી.કોમ, એલએલ.બી., પી.જી.ડી.બી.એલનો અભ્‍યાસ કરેલ છે. તેઓ રેવન્‍યુ તથા સિવિલ ક્ષેત્રની પ્રેકટીસમાં દીર્ઘ અનુભવી અને કુશળ એડવોકેટ તરીકે જાણીતા છે. તેઓ રાજકોટ બાર એસોસીએશનમાં સને-૨૦૧૪ તથા ૨૦૧૫ તથા ૨૦૧૮માં કારોબારી સભ્‍ય અને સને-૨૦૨૦માં લાયબ્રેરી સેક્રેટરી તરીકે સેવા આપી સીનીયર તથા જુનીયર એડવોકેટસનો સાથ સહકાર મેળવી વકીલો માટે દરેક બાર રૂમ, લોબી, કોર્ટ કેમ્‍પસની સાફ સફાઇ, રકતદાન કેમ્‍પ, પ્રવાસ, ક્રિકેટ ટુર્નામેન્‍ટ, નવી કોર્ટની જગ્‍યા તથા બિલ્‍ડીંગને લગતી કામગીરીઓ બાબતે અને લાયબ્રેરીને રીનોવેશન કરી વધુને વધુ સગવડતા માટેની કામગીરીમાં સિંહ ફાળો આપેલ છે.
 તેઓ રાજકોટ ડીસ્‍ટ્રીકટ લીગલ સર્વિસ ઓથોરીટી દ્વારા રાજકોટ જેલ સેલમાં બે વખત મેમ્‍બર તરીકે રહી ચૂકેલ છે. શ્રી ખોડલધામ લીગલ સમિતિમાં લીગલ સેમીનાર તથા નોલેજ શેરીંગ સેન્‍ટર તથા તેને લગતી અલગ અલગ પ્રવૃતિમાં પણ પોતાની સેવા આપે છે. યુવા લોયર્સ ફાઉન્‍ડેશન, લોયર્સ સ્‍પોર્ટસ ફાઉન્‍ડેશન, વોઇસ ઓફ લોયર્સ આવી અનેક સંસ્‍થા તથા સામાજીક પ્રવૃતિ સાથે જોડાયેલા છે. તેમજ રાજકોટ બાર એસોસીએશનના સીનીયર તથા જુનીયર એડકવોકેટ સાથે તેઓ ઉત્‍કર્ષ આત્‍મીયતા ધરાવે છે. તેમજ એડવોકેટની પ્રેકટીસ અને સામાજીક પ્રવૃતિ કરી લેઉવા પટેલ સમાજનું તથા તેમના કુટુંબની નામના વધારી રહયા છે. આજે તેમના જન્‍મદિન નિમિતે તેઓના મો. ૯૯૨૫૧ ૮૮૬૮૩ ઉપર શુભેચ્‍છા વર્ષા થઇ રહી છે.

 

(11:01 am IST)