Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

કપિલ શર્મા બન્યો બીજા બાળકનો પિતા : પત્ની ગિન્નીએ આપ્યો પુત્રને જન્મ

કોમેડિયન કપિલ શર્મા ફરી એકવાર પિતા બન્યો છે. આજે એટલે કે ૧ લી ફેબ્રુઆરીએ તેમના પુત્રનો જન્મ થયો છે. કપિલ શર્માની પત્ની ગિન્નીએ પુત્રને જન્મ આપ્યો છે અને કપિલે સોશિયલ મીડિયા પર ચાહકો સાથે આ ખુશખબર શેર કરી છે. જે ઘણી ઝડપથી વાયરલ થઇ રહી છે. આ ટ્વિટમાં કોમેડિયન કપિલ શર્માએ એવી પણ માહિતી આપી છે કે, માતા અને પુત્ર બંને સ્વસ્થ છે.

કપિલ શર્મા સવારે આજે સોમવારે સવારે ૫.૩૦ કલાકે ટ્વિટ કરીને લખ્યું કે, નમસ્તે, આજે સવારે અમને ભગવાનના આશીર્વાદના રૂપે એક પુત્ર મળ્યો છે. ભગવાનની કૃપાથી બાળક અને માતા બંને સ્વસ્થ છે, તમારા પ્રેમ અને પ્રાર્થના માટે બધાનો આભાર. ગિન્ની અને કપિલ. આ સાથે જ કપિલે #gratitude પણ લખ્યું છે.

(10:22 am IST)