Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

હવે અલગ જ પાત્ર ભજવવાની આહનાની ઇચ્છા

અનેક શોર્ટ ફિલ્મો તથા ટીવી પરદે અને ફિલ્મી પરદે કામ કરી ચુકેલી અને દસ જેટલી વેબ સિરીઝમાં પોતાની અભિનય ક્ષમતા દેખાડી જાણીતી બનેલી અભિનેત્રી આહના કુમરાએ લિપ્સ્ટીક અન્ડર માર બુરખા, ધ એકસીડેન્ટલ પ્રાઇમ મિનીસ્ટર, ખુદા હાફીઝ જેવી ફિલ્મો પણ કરી છે. શમસેરામાં પણ તે ખાસ ભુમિકામાં છે. આહનાની ઇચ્છા હવે એકાદ સ્પોર્ટ્સ ફિલ્મમાં કામ કરવાની છે. કોરોનાને કારણે આવી પડેલા લોકડાઉનમાં તેણે પોતાના શરીરની જાળવણી માટે ખુબ મહેનત કરી હતી. આ કારણે જ તે સ્પોટ્ર્સ ફિલ્મ કરવા માટે વધુ ઇચ્છા ધરાવે છે. તે કહે છે હાલમાં મારા માટે સારો સમય છે. હું અલગ અલગ પાત્રો નિભાવી રહી છું. ડિજીટલ પ્લેટફોર્મ પર જે રીતે બધા આગળ વધી રહ્યા છે એ જોઇને હું ખુશ છું. મને લાગે છે કે હવે એથ્લીટ્સનું પાત્ર ભજવવાની મારે જરૂર છે. ફિલ્મો કે સિરીઝમાં મહિલાઓને મોટે ભાગે ગ્લેમરસ પાત્રો જ વધુ ભજવવાના આવતા હોય છે. હવે મારી ઇચ્છા છે કે લેખક નિર્દેશક રમતના વિષય પર પણ ધ્યાન આપે અને મહિલાઓને આવા પાત્રો મળે.

(10:00 am IST)