Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

બની રહી છે સત્ય ઘટના પર આધારીત હોરર સિરીઝ

કાલ્પનિક હોરર કહાનીઓ પણ દર્શકોને ડરાવી મુકતી હોય છે. પણ જો આવી સાચી કહાની જોવા મળે તો શું થાય? એક એવો શખ્સ છે જેણે અપ્રાકૃતિક પરિસ્થિતિ જોઇ છે, જે કલ્પનાથી તદ્દન વિપરીત છે. સત્ય ઘટનાઓ અને અસલ અનુભવો પરથી આધારીત એક વેબ સિરીઝ બની રહે છે. જેનું નિર્દેશન હંસલ મહેતાનો પુત્ર જય મહેતા અને ઓલમાઇટી મોશન પિકચરની પ્રભલીન કોૈર કરી રહ્યા છે.

એક પુસ્તક 'ઘોસ્ટ હન્ટર-સોૈરવ તિવારી'ના જીવનની સત્ય ઘટનાઓ અને સુપરનેચરલ પરિસ્થિતિઓમાં થયેલા અનુભવ પર આધારીત છે. જે હવે સિરીઝ રૂપે દર્શકોની સામે રજુ કરાશે. જાણીતા લેખક સોૈરવ ડે આ કહાનીઓ લખી રહ્યા છે. નિર્માતા પ્રભલીને કહ્યું હતું કે અમે ઘોસ્ટ હન્ટર-સોૈરવ તિવારીના ઓફિસિયલ હક્કો ખરીદી લીધા છે. હવે સિરીઝ છ અલગ અલગ ભાષામાં રિલીઝ કરીશું.

(10:01 am IST)