Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

થ્રિલર ફિલ્મનું શુટીંગ શરૂ કર્યુ નવાજુદ્દિને

નવાજુદ્દિન સિદ્દીકીએ ભરપુર મહેનત અને સંઘર્ષ કરીને બોલીવૂડમાં મુકામ મેળવ્યું છે. આજે તો નોંધપાત્ર અભિનેતાઓની યાદીમાં સામેલ થઇ ચુકયો છે. હાલમાં તે નવા પ્રોજેકટના કામમાં વ્યસ્ત છે. તે આગામી ફિલ્મ 'સંગીન'નું શુટીંગ કરવા લંડન પહોંચ્યો હતો. આ વિશેની જાણકારી તેણે ઇંસ્ટાગ્રામ મારફત આપી હતી. શુટીંગ શરૂ થતાં જ ચાહકોની ઉત્સુકતા વધી ગઇ છે. એક તસ્વીર નવાજુદ્દિને મુકી હતી. જેમાં તે કાળી ટોપી, કાળા માસ્ક અને કાળા સ્વેટરમાં જોવા મળ્યો હતો. હેડફોન પણ લગાડેલુ હતું. તેણે કેપ્શનમાં લખ્યું હતું કે  લંડન જઇ રહ્યો છું, મને ખબર છે કે ત્યાં કેવી હાલત છે, પણ છતાં જાઉ છું.

લંડનમાં કોરોનાનો નવો સ્ટ્રેન વાયરસ ધમાલ મચાવી રહ્યો છે. આવા સમયે જ નિર્માતા નિર્દેશક જયદિપ ચોપડાની ફિલ્મ માટે નવાજુદ્દિન ત્યાં ગયો છે. અભિનેત્રી એલનાજ નોૈરોજી પણ આ ફિલ્મમાં છે. તે અગાઉ વેબ સિરીઝ સેક્રેડ ગેમ્સમાં નવાજુદ્દિન સાથે કામ કરી ચુકી છે. સંગીન એક થ્રિલર ફિલ્મ છે. સંગીતની પટકથા પણ જબરદસ્ત છે. નવાજુદ્દિન અન્ય ફિલ્મો જોગીરા સા રા રા,  નો લેન્ડસ મેન પણ કરી રહ્યો છે.

(10:01 am IST)