Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

નવી ફિલ્મની તૈયારીમાં વ્યસ્ત બની કેટરીના

કેટરીના કૈફ સોશિયલ મિડીયા પર પણ સક્રિય રહે છે. તે પોતાની તસ્વીરો અને વિડીયો સતત ચાહકો માટે પોસ્ટ કરતી રહે છે. બોલ્ડનેસ અને ખુબસુરતી માટે જાણીતી કેટરીના હવે ટાઇગર જિંદા હૈ-૩ની તૈયારીમાં વ્યસ્ત થઇ છે. આ માટે તે જીમમાં સખ્ત કસરત કરી પરસેવો વહાવી રહી છે. તાજેતરમાં તેણે જીમની તસ્વીર અને વિડીયો પોસ્ટ કર્યા હતાં. તેની આ તૈયાર ટાઇગર જિંદા હૈ-૩ માટેની હોવાનું કહેવાય છે. ટાઇગર જિંદા હૈના બીજા ભાગમાં પણ કેટરીના ફાઇટ સિન, એકશન સીન કરતી જોવા મળી હતી. કેટરીના કૈફએ મસલ્સ માટે વર્કઆઉટ કર્યુ હતું. જો કે તેણે વિડીયો સાથે લખ્યું હતું કે હું જીમમાં જવાનું પસંદ કરુ છું. યાસ્મીન કરાચીવાલા મને કસરત વખતે ખુબ મદદ કરતી રહે છે. કેટરીનાની સોૈથી વધુ કમાણી કરતી ફિલ્મોમાં ટાઇગર સિરીઝની ફિલ્મો સામેલ છે. હવે ત્રીજા ભાગનું શુટીંગ સાત દેશોમાં થશે તેવી ચર્ચા છે. અમેરિકા, તુર્કી, યુએઇમાં શુટીંગ થશે. ફિલ્મનું બજેટ અઢીસો કરોડ આસપાસ હશે.  

(10:02 am IST)