Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

પોતાની જાતને નસિબદાર સમજે છે અનન્યા

અનન્યા પાંડેએ બોલીવૂડમાં ભલે ત્રણેક ફિલ્મો જ કરી હોય પરંતુ તેની ચાહના ખુબ વધી ગઇ છે. તે બોલીવૂડની સાથે હવે સાઉથની ફિલ્મમાં પણ જોડાઇ ગઇ છે. તેણે કહ્યું હતું કે હું અલગ અલગ ભાષાની ફિલ્મો કરી શકતી હોવાથી મારી જાતને નસિબદાર સમજુ છું. ચંકી પાંડેની દિકરી અનન્યાએ સ્ટુડન્ટ ઓફ ધ યર-૨ ફિલ્મથી બોલીવૂડમાં કારકિર્દી શરૂ કરી છે. હવે તે વિજય દેવરકોન્ડાની ફિલ્મ લાઇગરમાં પણ મુખ્ય ભુમિકામાં દેખાઇ છે. આ ફિલ્મ હિન્દી ઉપરાંત તમિલ, તેલુગુ અને કન્નડ તથા મલયાલ ભાષામાં પણ રિલીઝ થશે.   અનન્યાએ કહ્યું હતું કે બે વર્ષ પહેલા જ મેં  હિન્દી ફિલ્મથી ઇન્ડસ્ટ્રીમાં કદમ માંડ્યા છે. હવે હું ચાર ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છું. ભાષાઓ તો ઘણી બધી અલગ છે પણ ઓનલાઇન પ્લેટફોર્મને કારણે મર્યાદાઓ દૂર થઇ ગઇ છે. જુદી જુદી ભાષા થકી હું લોકો સુધી પહોંચી શકું છું એ માટે હું નસિબદાર છું. લાઇગર ફિલ્મ માટે હુ ખુબ ઉત્સાહિત છું.

(10:15 am IST)
  • મમતા બેનરજીનો ધ્રુજારો : લાલુપ્રસાદ યાદવના આરજેડી પક્ષના તેજસ્વી યાદવને સાથેની બેઠક પછી પશ્ચિમ બંગાળના તેજતર્રાર મુખ્યમંત્રી મમતા બેનરજીએ સ્પષ્ટ કહ્યું હતું કે ચૂંટણી પંચનો કંટ્રોલ ભાજપ કરે તેવું અમને માન્ય નથી. access_time 7:41 pm IST

  • ત્રણ રાજ્યોમાં આજથી નવા ચીફ સેક્રેટરી કાર્યરત બન્યા છે. મહારાષ્ટ્રના ચીફ સેક્રેટરી તરીકે સીતારામ કુંતે, બિહારના ચીફ સેક્રેટરી તરીકે અરુણ કુમાર સિંઘ અને કેરાળાના મુખ્ય સચિવ તરીકે ડોક્ટર વી પી જોય એ ચાર્જ સંભાળી લીધો છે. પ્રથમ બે અધિકારીઓ ૧૯૮૫ની બેચના છે જ્યારે ડો. જોય ૧૯૮૭ની બેચના છે. access_time 7:42 pm IST

  • મહારાષ્ટ્રમાં ફરી કોરોના બેકાબૂ બનતો જાય છેઃ બીજી લહેર શરૂ થયાના એંધાણઃ હીંગોલી શહેરમાં એક અઠવાડિયાનો કફર્યું: અનેક શહેરોમાં એક અઠવાડિયાનો કફર્યું: અનેક શહેરોમાં વધુ માત્રામાં કોરોના દર્દીઓ મળતાં જાય છેઃ પુણેમાં રાત્રી કફર્યુ ૧૪ માર્ચ સુધી લંબાવી દેવામાં આવ્યોઃ રાજયમાં ફરી આકરા લોકડાઉનની તૈયારી ? નાગપુર- અમરાવતીમાં વીક એન્ડ કર્ફયુ access_time 4:26 pm IST