Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

મુંબઈ સાગાનું પહેલું ગીત 'શોર માચેગા' રિલીઝ: હની સિંહનો જોવા મળ્યો જબરદસ્ત અવતાર

મુંબઈ: મલ્ટિસ્ટારર ફિલ્મ મુંબઈ સાગાનું પહેલું ગીત રિલીઝ થયું છે, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે. ફિલ્મ મુંબઈ સાગાના ગીતનું નામ 'શોર માચેગા' છે. ગીત રેપર યો યો હની સિંહે અદભૂત શૈલીમાં ગાયું છે. જ્યારે ગીત હોમી દિલ્હીવાળાએ લખ્યું છે. 'શોર માચેગા' ગીતમાં હની સિંહ અને હોમી દિલ્હીવાળા ડ્રગ્સ અને બ્લેક મની વિશે વાત કરી રહ્યા છે. ગીતનું શૂટિંગ જંગલ થીમ બારમાં કરવામાં આવ્યું છે. 'શોર માચેગા' ગીત રિલીઝ થતાંની સાથે તે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યું છે. મ્યુઝિક પ્રેમીઓ અને હની સિંહના ચાહકોને પણ તેમના નવા ગીતો ખૂબ પસંદ છે. સમાચાર આવે ત્યાં સુધી 'શોર માચેગા' ગીતને યુટ્યુબ પર દો 1.5 લાખથી વધુ વખત જોવામાં આવ્યું છે.

(5:33 pm IST)