Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

શોના સેટ પર ઘર જેવો અનુભવ થાય છે આરૂષીને

ટીવી ઇન્ડસ્ટ્રીમાં હાલના સમયમાં ઘરથી દુર રહીને કામ કરવું મુશ્કેલ બન્યું છે. ટીવી શો રંજૂ કી બેટીયાની અભિનેત્રી આરૂષી શર્મા કહે છે હવે મને આ સિરીયલના સેટ પર જ ઘર જેવો અનુભવ થાય છે. મારી ઓન સ્ક્રીન બહેનો મોનીકા શર્મા અને રૂપલ ત્યાગી સેટ પર ન હોય તો મને ગમતું નથી. અમે ભેલે ઘરથી દૂર હોઇએ પણ સેટ પર અમને ઘર પરિવાર જેવો અનુભવ થાય છે. આરૂષી કહે છે અમે માત્ર ઓનસ્ક્રીન નહિ પણ ઓફસ્ક્રીન પણ પરિવાર છીએ. અમારી વચ્ચે મજબૂત સંબંધ બંધાઇ ગયો  છે. શુટીંગ વચ્ચે સમય મળતાં જ અમે એક બીજાની સાથે બેસી જઇએ છીએ. હું શોમાં ફ્રી સમય મળતાં મોનીકા દીદી અને રૂપલ દીદીના રૂમમાં જતી રહુ છું. અમે મજાકમાં એકબીજાને ચાંદ પરિવાર કહીએ છીએ. કારણ કે રાતે જમ્યા પછી દરરોજ અમને આટો મારવાની અને ચાંદ જોવાની આદત પડીગઇ છે. મોનીકા દીદીએ મને યોગ પણ શીખવ્યા છે. મને મેડિટેશન પસંદ નથી. કયારેક અમે અંદરો અંદર દોડની સ્પર્ધા પણ કરીએ છીએ. જેમાં હુશેન, કરણભાઇ અને જીવાંશભાઇ પણ જોડાય છે. રંજૂ કી બેટીયા દંગલ પર દરરોજ રાતે સાડા નવે દર્શાવાય છે.

(10:15 am IST)