Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

મલ્હાર અને પૂજા એકબીજાને માને છે પરફેકટ મેરેજ મટિરીયલ

વેબ સિરીઝ 'વાત વાતમાં રિટર્ન્સ'માં ફરી બન્ને કલાકારો

(કેતન ખત્રી), અમદાવાદઃ મલ્હાર ઠાકર અને પૂજા જોશી એકબીજા સાથે જુદા જુદા ૩ પ્રોજેકટમાં કામ કરી ચૂક્યા છે. ઓનસ્ક્રીન બંનેની કેમેસ્ટ્રી હિટ પણ સાબિત થઈ ચૂકી છે. ખાસ તો લોકડાઉનના ગાળામાં શેમારૃમી પર રિલીઝ થયેલી વેબસિરીઝ 'વાત વાતમાં' હિટ રહી હતી.

આ વેબસિરીઝમાં બંનેની કેમેસ્ટ્રીએ દર્શકોને મજા કરાવી હતી.હવે મલ્હાર અને પૂજા બંને આ જ વેબિસરીઝની સેકન્ડ સિઝન 'વાત વાતમાં રિટર્ન્સ' સાથે દર્શકોને મનોરંજન કરવા શેમારૃમી પર પાછા આવી રહ્યા છે.

મલ્હાર ઠાકરે કો સ્ટાર પૂજાને પરફેકટ મેરેજ મટિરીયલ ગર્લ ગણાવી છે. તેણે કહ્યું કે પૂજા ફેક નથી બની શકતી, એ ખૂબ જ ઓનેસ્ટ છે. સૌથી મોટો પ્લસ પોઈન્ટ એનો એ છે કે એ બધાને સાચવી શકે છે. એક યુવતીને ઘરની વહુ બનાવતા સમયે સૌથી મોટી વાત આ જ હોય છે કે તે બધાને સાંકળી શકશે કે નહીં અને મેં પૂજામાં એ કવોલિટી જોઈ છે કે એ બધાને સાથે લઈને ચાલી શકે છે. એટલે મને તો પૂજા પરફેકટ વાઈફ મટિરીયલ લાગે છે.

તો સામે પૂજા જોશીને પણ મલ્હારની કેટલીક કવોલિટીઝ ગમે છે, જેને લીધે તે મલ્હારને એક હસબન્ડ મટિરીયલ બોય ગણાવે છે. પૂજાના મતે મલ્હાર ખૂબ કેરિંગ છે, અન્ડરસ્ટેન્ડિંગ છે, ઓનેસ્ટ છે. અને સૌથી સારી વાત એ છે કે એ બધાને કમ્ફર્ટેબલ ફીલ કરાવે છે. સેન્સ ઓફ હ્યુમર તો એની જોરદાર છે જ.

(4:14 pm IST)