Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

અભય દેઓલ ઇન્ટેલિજન્સ ઓફિસરના રોલમાં

વધુ એક મિસ્ટરી-થ્રિલર સિરીઝ દર્શકોને સોની લિવ સ્ટ્રીમીંગ સર્વિસ પર જોવા મળવાની છે. આ પ્લેટફોર્મ પર અગાઉ યોર ઓનર, અનદેખી અને કડક જેવી સિરીઝ આવી ચુકી છે અને દર્શકો તેને વધાવી-વખાણી ચુકયા છે. હવે પછી જે નામ ચર્ચામાં છે એ છે-'જેએલ-૫૦'. પશ્ચિમ બંગાળના લાવામાં આ શોનું ટીઝર શુટ કરવામાં આવ્યું છે. જેમાં પાંત્રીસ વર્ષ પહેલા ટેકઓફ થયેલા મિસિંગ પ્લેનની કહાની છે. જે એક વીક પહેલા જ ક્રેશ થયેલુ મળી આવ્યું છે. મિસિંગ પ્લેન વિશે ઇન્ટેલિન્જસ ઓફિસર શંકાસ્પદ લોકોની પુછતાછ શરૂ કરે છે અને એક પછી એક રહસ્ય સામે આવતા જાય છે. આ ઓફિસરના રોલમાં અભય દેઓલ જોવા મળશે. સાથે દિગ્ગજ અભિનેતા પંકજ કપૂર, પિયુષ મિશ્રા, રાજેશ શર્મા, રિતીકા આનંદ સહિતના કલાકારોની ખાસ ભુમિકા છે. આ સિરિઝમાં સાયન્સ ફિકશન પણ જોવા મળે તેવું લાગે છે. અભય દેઓલનું પાત્ર ટાઇમ ટ્રાવેલ કરીને આ રહસ્ય ઉકેલશે તેવું પણ કહેવાય છે.

(9:58 am IST)