Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

રાજશ્રી ઠાકુરનું લાંબા સમય પછી ટીવી પરદે કમબેક

ટીવી પરદે અભિનેત્રી રાજશ્રી ઠાકુર લાંબા સમય પછી કમબેક કરી રહી છે. સ્ટાર પ્લસ પર શરૂ થઇ રહેલા શો શાદી મુબારકમાં માનવ ગોહિલ (કેટી) અને રાજશ્રી ઠાકુર (પ્રિતી જિંદાલ)ના મુખ્ય રોલમાં છે. મનોરંજન સાથે દર્શકોને ભરપુર આનંદ આપે તેવો આ શો હોવાનો નિર્માતા દાવો કરી રહ્યા છે. પ્રતિભાશાળી અભિનેત્રી રાજશ્રી ઠાકુર ઘણા સમય પછી આ શો થકી ટીવી પરદે પાછી આવી રહી હોઇ સ્ટાર પ્લસના શોની પ્રમુખ અભિનેત્રીઓ યે રિશ્તા કયા કહેલાતા હૈ ફેઇમ રિયા શર્મા, યે જાદુ હૈ જીન કા ફેઇમ અદિતી શર્મા અને યે હૈ ચાહતે ફેઇમ સરગુન કોૈર લુથરાએ રાજશ્રીને કમબેક બદલ શુભચ્છા પાઠવી હતી અને શાદી મુબારકની સમગ્ર ટીમનું પણ સ્વાગત કર્યુ હતું. અદિતીએ કહ્યું હતું કે હું ખુશ છું કે રાજશ્રી આ શો થકી કમબેક કરી રહી છે. તેણે હમેંશા પોતાના કામ થકી મહિલાઓને પ્રેરીત કરી છે. સરગુને કહ્યું હતું કે હું રાજશ્રીને ફરીથી ટીવી પરદે જોવા આતુર છું. યે રિશ્તે ફેઇમ કાવેરીએ પણ રાજશ્રીનું સ્વાગત કરી તેને નવા શોમાં રામાંચક પ્રદર્શન માટે શુભેચ્છા આપી હતી.

(9:59 am IST)