Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

તેના ડાન્સને યાદ કરી રહી છે સાન્યા મલ્હોત્રા

મુંબઈ: અભિનેત્રી સાન્યા મલ્હોત્રાએ એક થ્રોબેક વીડિયો શેર કર્યો છે, જેમાં તે નૈજીના ગીતો પર નાચતી જોવા મળી રહી છે. તેણે કહ્યું કે તે ખૂબ જ ડાન્સ કરવાનું ચૂકી જાય છે. તેણે ક્લિપ સાથે કેપ્શનમાં લખ્યું હતું, "થ્રોબેક..ડાન્સને યાદ કરી રહી છું." ક્લિપમાં તે નૈજીની 'આફત વાપસ' પર ડાન્સ કરી રહી છે.અભિનેત્રી તાજેતરમાં જ વિદ્યા બાલન અભિનીત ડિજિટલી રિલીઝ થયેલી ફિલ્મ 'શકુંતલા દેવી'માં જોવા મળી હતી. તે અનુરાગ બાસુની કોમેડી ફિલ્મ 'લુડો'માં જોવા મળશે. તેમાં અભિષેક બચ્ચન, રાજકુમાર રાવ, આદિત્ય રોય કપૂર, ફાતિમા સના શેખ જેવા કલાકારો પણ છે.

(5:13 pm IST)