Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

દિલજીત દોસાંઝ ભજવશે પ્રેગ્નેન્ટ પુરુષની ભૂમિકા: ફિલ્મમાં આ અભિનેત્રી સાથે કરશે રોમાંસ

મુંબઈ: પ્રખ્યાત સિંગર અને એક્ટર દિલજીત દોસાંઝની એક્ટિંગ ખૂબ પસંદ આવી છે. તેમણે છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણી હિન્દી ફિલ્મોમાં કામ કરીને લોકોના હૃદયમાં વિશેષ સ્થાન બનાવ્યું છે. હવે એવી માહિતી મળી છે કે તે તેની નવી ફિલ્મમાં એક પ્રેગ્નેન્ટ પુરુષની ભૂમિકા નિભાવવા જઇ રહ્યો છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેણે તેની ભૂમિકા માટે તૈયારી શરૂ કરી દીધી છે. એક  અહેવાલ મુજબ શાદ અલી દિગ્દર્શિત ફિલ્મમાં દિલજીત પ્રેગ્નેન્ટ પુરુષની ભૂમિકા નિભાવશે. આમાં તેની સામે  યામી ગૌતમ જોવા મળશે. મળતી માહિતી મુજબ, તે એક ફેમિલી-ડ્રામા ફિલ્મ હશે, જેની વાર્તા પંજાબના એક દંપતી પર આધારિત છે.

(5:16 pm IST)