Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

'સનક' આવી રહી છે ઓટીટી પર

અભિનેતા વિદ્યુત જામવાલ હવે નિર્માતા પણ બની ગયો છે અને પોતાના હોમ પ્રોડકશનમાં ફિલ્મોનું નિર્માણ પણ કરી રહ્યો છે. હાલમાં તે વિપુલ અમૃતલાલ શાહની ફિલ્મ 'સનક-હોપ અન્ડર સીજ'ને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મ ભારતના સોૈથી મોટા પ્રિમીયમ ઓટીટી પ્લેટફોર્મ પૈકીના એક પર રિલીઝ થવાની છે. કનિશ્ક વર્મા દ્વારા નિર્દેશીત આ ફિલ્મમાં વિદ્યુત જામવાલ સાથે બંગાળી અભિનેત્રી રૂકમણી મૈત્રા બોલીવૂડમાં એન્ટ્રી કરી રહી છે. ફિલ્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થવાની છે. નિર્માતાએ એક દિલચશ્પ પોસ્ટ રજૂ કર્યુ હતું. જેમાં વિદ્યુત બંદૂક પકડી એક મિશન માટે તૈયાર દેખાઇ રહ્યો છે. વિદ્યુતની અગાઉની ફિલ્મો જેમ આ પણ એક ધમાકેદાર એકશનપેક ફિલ્મ છે. ઝી સ્ટુડિયોના સહયોગથી આ ફિલ્મ બનાવાઇ છે. કારકિર્દીમાં વિદ્યુત પાંચમી વખત વિપુલ સાથે કામ કરી રહ્યો છે. ચંદન રોય સન્યાલ, નેહા ધુપિયા પણ આ ફિલ્મમાં ખાસ ભુમિકામાં છે.

(9:52 am IST)