Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

ટીવી પર બિગ બોસ-16 આ મહિનાની શરૂઆતમાં પ્રદર્શિત થશેઃ કન્‍ટેન્‍સ્‍ટન્‍ટની સત્તાવાર જાહેરાત હજુ બાકી

સલમાન ખાન ઘણા વર્ષોથી બિગ બોસમાં હોસ્‍ટઃ સીઝન-16માં માત્ર એક કન્‍ટેસ્‍ટન્‍ટનું નામ આવ્‍યુ

મુંબઇઃ બિગ બોસ-16 આ મહિનાની શરૂઆતમાં ટીવી પર પ્રદર્શિત થશે. હજુ સુધી બિગ બોસ-16ના કન્‍ટેસ્‍ટન્‍ટની જાહેરાત થઇ નથી. સલમાન ખાને અબ્‍બુ રોઝિકનું નામ લીધુ છે. શો રાત્રે 10 વાગ્‍યે કલર્સ પર ટેલીકાસ્‍ટ થશે. વીકએન્‍ડમાં એપિસોડનું પ્રસારણ 9.30 કલાકે થશે.

બિગ બોસ 16ની શરૂઆત થવામાં ગણતરીનો સમય બાકી છે. તેવામાં એક તરફ એન્સ એકસાઇટિડ છે તો બીજીતરફ કલર્સ કન્ટેસ્ટન્ટ ના નાના-નાના પ્રોમો રિલીઝ કરી રહ્યું છે, જે દર્શકોને પસંદ આવી રહ્યાં છે. અભિનેતા સલમાન ખાન છેલ્લા ઘણા વર્ષથી બિગ બોસને હોસ્ટ કરતો આવે છે. નોંધનીય છે કે અત્યાર સુધી માત્ર એક કન્ટેસ્ટન્ટનું નામ ફાઇનલ થયું છે પરંતુ બીજા અન્ય કન્ટેસ્ટન્ટનો પ્રોમો સામે આવ્યો છે, જેનો ચહેરો જોવા મળી રહ્યો નથી.

શું છે પ્રોમો

પ્રોમોમાં જોવા મળી રહ્યું છે કે સલમાન ખાનને મળીને પહેલા મેક સ્ટેન પોતાના વિશે વાત કરે છે અને તેની વાત સાંભળી સલમાન કહે છે- હું બિગ બોસની 12 સીઝન હોસ્ટ કરી ચુક્યો છું, પરંતુ આવી આઈટમ પ્રથમવાર આવી છે અહીં પર.. પ્રોમોમાં મેક સ્ટેન હંમેશાની જેમ ખુબ સ્ટાઇલિશ અંદાજમાં જોવા મળી રહ્યો છે અને કુલ અંદાજમાં સલમાન ખાન સાથે વાત કરતો જોવા મળી રહ્યો છે.

કોણ છે કન્ટેન્સ્ટન્ટ

મહત્વનું છે કે હજુ સુધી સત્તાવાર રીતે બિગ બોસ 16ના કન્ટેન્સ્ટન્ટ ની જાહેરાત થઈ નથી, પરંતુ શોના પ્રેસ કોન્સફરન્સમાં સલમાન ખાને અબ્બુ રોઝિકનું નામ લીધુ હતું. તો બીજીતરફ કેટલાક પ્રોમો સામે આવી ચુક્યા છે, જેના માધ્યમથી ઘણા નામો પર મહોર લાગી ગઈ છે. એક પ્રોમોથી નિમૃત કૌર અહલુવાલિયા, તો બીજા ત્રોમોથી ગોરી નાગૌરી અને ત્રીજાથી મૈક સ્ટેનનું નામ સામે આવી રહ્યું છે. આ સિવાય પ્રિયંકા ચાહર ચૌધરી અને અંકિત ગુપ્તાનું નામ પણ લિસ્ટમાં છે.

થોડા સમયમાં થશે બિગ બોસ 16નો પ્રારંભ

ઉલ્લેખનીય છે કે બિગ બોસ 16, ઓક્ટોબરનીની શરૂઆતથી ટીવી પર આવશે. એક અને બે ઓક્ટોબરે બિગ બોસ 16નું ગ્રાન્ડ પ્રીમિયર હશે. ઘરવાળા બિગ બોસના ઘરમાં 105 દિવસ સુધી કેદ રહેશે. વાત શોના સમયની કરીએ તો શો 10 કલાકે કલર્સ પર ટેલીકાસ્ટ થશે. તો આ સીઝન વીકેન્ડ શનિ-રવિ નહીં પરંતુ શુક્ર શનિ હશે. વીકેન્ડમાં એપિસોડનું પ્રસારણ રાત્રે 9.30 કલાકે થશે.

(5:16 pm IST)