Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

મૃણાલ હવે કોમેડી ફિલ્મમાં: આવતા વર્ષે થશે રિલીઝ

અભિનેત્રી મૃણાલ ઠાકુર તાજેતરમાં કાર્તિક આર્યન સાથેની ધમાકામાં જોવા મળી હતી. હવે તે કોમેડી ફિલ્મ આંખ મિચોલીને કારણે ચર્ચામાં આવી છે. આ ફિલ્મમાં તે અભિમન્યુ દાસાની સાથે મુખ્ય ભુમિકા નિભાવી રહીછે. નિર્દેશક ઋષીકેશ મુખર્જીની આ ફિલ્મમાં પરેશ રાવલ, શરમન જોષી, વિજય રાજ, અભિષેક બેનર્જી પણ ખાસ ભુમિકામાં છે. ફિલ્મના પોસ્ટરને રિલીઝ કરવાની સાથે તેની રિલીઝ તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે. આવતા વર્ષે બાવીસમી મેના રોજ આ ફિલ્મ સિનેમાઘરોમાં આવશે. પોસ્ટરમાં ફિલ્મના તમામ કલાકારો જોવા મળી રહ્યા છે. મૃણાલ ઠાકુરે ફિલ્મનું પોસ્ટર સોશિયલ મિડીયા પર મુકીને લખ્યું હતું કે પારિવારીક મનોરંજનની તારીખ નક્કી થઇ ચુકી છે. આ ફિલ્મ રોમાન્ટીક કોમેડી સાથે પારિવારીક કોમેડી પણ છે.

(10:25 am IST)