Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

અનુપમાના જીવનમાં આવશે નવું વાવાઝોડુંઃ સીરિયલમાં 'અનુપમા'ની સૌતનની એન્ટ્રી થશે

સીરિયલ બેહદ અને સિલસિલા બદલતે રિશ્તો કા જેવા શોમાં કામ કરી ચૂકેલી ટીવી અભિનેત્રી અનેરી વજાણી ની જલદી અનુપમા શોમાં એન્ટ્રી થશે

નવી દિલ્હી: ટીવી શો 'અનુપમા'માં એટલા લોહી ઉકાળા બાદ હવે સ્થિતિ જ્યાં માંડ થાળે પડતી જણાઈ રહી છે ત્યાં જલદી આ ખુશીઓમાં ભંગ પાડવા માટે નવી એન્ટ્રી થવાની છે. અનુપમાના જીવનમાં એક નવું વાવાઝોડું આવવાનું છે. આ વાવાઝોડું અનુપમાને એકવાર ફરીથી હચમચાવી નાખશે.

અનુપમાના જીવનમાં આવશે તોફાન

રૂપાલી ગાંગુલી, સુધાંશુ પાંડે અને ગૌરવ ખન્ના સ્ટારર સીરિયલ 'અનુપમા'માં હવે અનુજ અને અનુપમા ધીરે ધીરે નીકટ આવતા દર્શાવવામાં આવે છે. જ્યારે બાપુજી પણ અનુજ અને અનુપમાના સંબંધને મંજૂરી આપી ચૂક્યા છે. આવામાં ફેન્સ આતુરતાપૂર્વક અનુપમા અને અનુજના લગ્નની વાટ જોઈ રહ્યા છે. ફેન્સ ઈચ્છે છે કે તેમના જલદી લગ્ન થવા જોઈએ. હવે સીરિયલની દુનિયામાં કોઈ પણ કામ ડ્રામા વગર થાય ખરું? આવામાં અનુજ અને અનુપમા લગ્ન પહેલા અનેક તોફાનોનો સામનો કરવાના છે.

અનુપમાની 'સૌતન'

જલદી સીરિયલમાં 'અનુપમા'ની સૌતનની એન્ટ્રી થવાની છે. સીરિયલ બેહદ અને સિલસિલા બદલતે રિશ્તો કા જેવા શોમાં કામ કરી ચૂકેલી ટીવી અભિનેત્રી અનેરી વજાણી ની જલદી અનુપમા શોમાં એન્ટ્રી થવાની છે. એન્ટરટેઈન્મેન્ટ વેબ પોર્ટલ આઈ ડબલ્યુ એમ બજ્ઝના એક રિપોર્ટને માનીએ તો અનેરી વજાણી સીરિયલ 'અનુપમા'માં અનુજની એક્સ ગર્લફ્રેન્ડની ભૂમિકા ભજવવાની છે.

અનુજના રહસ્યોનો પર્દાફાશ થશે

અત્યાર સુધી અનુજની પર્સનલ લાઈફ વિશે સીરિયલમાં કશું દેખાડવામાં આવ્યું નથી. અનેરી વજાણીના આવવાથી અનુજના જીવનના અનેક દટાયેલા રહસ્યો બહાર આવશે. અનેરી વજાણીની એન્ટ્રી બાદ અનુપમા સામે અનુજના અનેક રહસ્યો ખુલશે. આવામાં અનુપમા અને અનુજના લગ્ન ઉપર પણ જોખમ તોળાઈ શકે છે.

આ બાજુ બાએ પણ હવે અનુજને પોતાના પરિવારનો હિસ્સો માની લીધો છે. અનુજ બા અને બાપુજીના લગ્નમાં પણ હાજરી આપી રહ્યો છે. આ દરમિયાન બાપુજી અને અનુજના કાકા અનુપમાના લગ્નની વાત છેડશે. અનુપમા અને અનુજનો સંબંધ પાકો થતા પહેલા જ શોમાં અનેરી વજાણીની ધમાકેદાર એન્ટ્રી થશે. આવામાં એવું કહેવું જરાય ખોટું નહીં હોય કે અનુજ અને અનુપમાને લગ્ન કરવા માટે હજુ રાહ જોવી પડશે.

(4:29 pm IST)