Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

6 ડિસેમ્બરે રિલીઝ થશે અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા ધ રાઇઝ'નું ટ્રેલર

મુંબઈ: અલ્લુ અર્જુન અને રશ્મિકા મંડન્ના અભિનીત ફિલ્મ 'પુષ્પાઃ ધ રાઇઝ પાર્ટ 1' મોટા પડદા પર રિલીઝ થવાની તૈયારીમાં છે. આ ફિલ્મની ચર્ચા જોરમાં છે ત્યારે આજે જાહેરાત કરવામાં આવી હતી કે ફિલ્મનું ટ્રેલર 6ઠ્ઠી ડિસેમ્બરે રિલીઝ થશે. ટ્રેલરની રિલીઝ ડેટ અલ્લુ અર્જુને તેના સોશિયલ મીડિયા પર જાહેર કરી હતી. તેણે પોતાના એકાઉન્ટ પર ફિલ્મનું નવું પોસ્ટર જાહેર કર્યું છે, જેમાં ટ્રેલરની રિલીઝ ડેટ પણ લખવામાં આવી છે. ટ્રેલર 6 ડિસેમ્બરે લોન્ચ થશે, જેને જોવા માટે દર્શકો ખૂબ જ ઉત્સાહિત છે. ફિલ્મમાં અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના સિવાય અભિનેત્રી અનસૂયા અને ફહદ ફૈસિલ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં અનસૂયા દક્ષાયનીની ભૂમિકા ભજવી રહી છે.

(5:31 pm IST)