Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

બોલીવૂડમાં બીજી ફિલ્મ પણ મળી ગઇ રશ્મિકાને

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાંથી બોલીવૂડમાં એન્ટ્રી કરી ચાહકોના દિલ જીતી લેનારી અભિનેત્રી રશ્મિકા મંદાના અભિનયને કારણે પણ જાણીતી બની છે. રશ્મિકા મંદાના બોલીવૂડમાં ફિલ્મ મિશન મજનૂ થકી એન્ટ્રી કરી રહી છે. આ ફિલ્મની પહેલેથી જ ખુબ ચર્ચા છે. ફિલ્મમાં મુખ્ય ભુમિકા સિધ્ધાર્થ મલ્હોત્રાએ નિભાવી છે. રશ્મિકાની આ પહેલી બોલીવૂડની ફિલ્મ હજુ રિલીઝ નથી થઇ ત્યાં તેને બીજી હિન્દી ફિલ્મ પણ મળી ગઇ છે. હાલમાં રશ્મિકા લખનોૈમાં શુટીંગમાં વ્યસ્ત હતી. ત્યાંથી મુંબઇ આવ્યા પછી તે નવા પ્રોજેકટ પર કામ શરૂ કરવાની હતી. રશ્મિકા સાઉથ સુપરસ્ટાર જુનિયર એનટીઆર સાથેની એક ફિલ્મ પણ કરી રહી છે. ખુબ ઓછા સમયમાં રશ્મિકાએ બોલીવૂડમાં પણ ચાહકો ઉભા કરી લીધા છે. તે સોશિયલ મિડીયા પર પણ સતત એકટીવ રહે છે. મજેદાર ફોટો અને વિડીયો પોસ્ટ કરતી રહે છે. 

(10:11 am IST)