Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

કોરોનાથી સંક્રમિત થઇ આલિયા ભટ્ટ : 'ગંગુબાઇ કાઠિયાવાડી'નું શૂટિંગ ફરીથી સ્થગિત

આલિયા ભટ્ટે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ફેન્સને આપી જાણકારી : હોમ કવોરન્ટિનમાં રહીને સેફટી પ્રોટોકોલનું પાલન કરી રહી છે આલિયા ભટ્ટ

મુંબઇ,તા. ૨: આલિયા ભટ્ટ કોરોના વાયરસથી સંક્રમિત થઈ હોવાના રિપોર્ટ્સ છેલ્લા કેટલાક કલાકથી સોશિયલ મીડિયા પર ફરી રહ્યા હતા અને હવે એકટ્રેસે પોતે જ આ વાતની પુષ્ટિ કરી છે. આલિયા ભટ્ટે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર જણાવ્યું છે કે, તેનો કોવિડ-૧૯ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને હાલ તે હોમ કવોરન્ટિન છે.

ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં તેણે લખ્યું છે કે, 'હેલ્લો, મારો કોવિડ-૧૯ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. મેં તરત જ પોતાને આઈસોલેટ કરી લીધી હતી અને હોમ કવોરન્ટિમાં જ રહીશ. મારા ડોકટરોની સલાહ પ્રમાણે હું દરેક સેફ્ટી પ્રોટોકોલનું પાલન કરી રહી છું. તમારા પ્રેમ અને સપોર્ટ માટે આભારી છે. સુરક્ષિત રહો અને કાળજી રાખો'.

(10:15 am IST)