Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

'તેઝાબ'ની રીમેક બનશે

મુંબઇ,તા. ૨: બોલીવુડ આ વર્ષે અનેક રીમેકસ રજૂ કરવા જઈ રહ્યુ છે. જેમાં વધુ એક રીમેકનો ઉમેરો થશે. બ્લોકબસ્ટર 'કબીર સિંઘ' આપ્યા બાદ પ્રોડ્યૂસર મુરાદ ખેતાનીએ અમિતાભ બચ્ચન સ્ટારર 'નમક હલાલ'ની રીમેક બનાવવાના રાઇટ્સ ખરીદ્યા હતા. વાત આટલેથી અટકતી નથી. તેમણે હવે માધુરી દીક્ષિત અને અનિલ કપૂરની કલ્ટ કલાસિક 'તેઝાબ'ની ઓફિશિયલ રીમેક બનાવવા માટેના રાઇટ્સ પણ મેળજા છે.

એક સોર્સે જણાવ્યું હતું કે, 'ફિલ્મ તેઝાબ'ની રીમેકના રાઇટ્સ મેળવવા માટે કેટલાક પ્રોડ્યુસર્સ મેદાનમાં હતા. મુરાદ ખેતાનીએ અન્ય પ્રોડ્યુસર્સની સરખામણીમાં થોડા વધારે રૂપિયા આપીને આ રાઇટ્સ મેળવ્યા હતા. તેઓ 'ભૂલભૂલૈયા' સીકવલ અને 'થડમ' રીમેકને કમ્પ્લીટ કર્યા બાદ 'તેઝાબ' રીમેક માટે કામગીરી શરૂ કરશે.

મેકર્સ આ ફિલ્મના પ્લોટને અકબંધ રાખીને સ્કિપ્ટને  મોડર્નાઇઝ કરવા ઇજ છે. 'તેઝાબ'ની રીમેકમાં બે યંગ એકટર્સ જોવા મળશે. હજી સુધી જાણી શકયું નથી કે, માધુરી અને અનિલ પણ રીમેકમાં જોવા મળશે કે નહીં. અત્યારે તો સ્ક્રિપ્ટ તૈયાર કરવાની કામગીરી થઈ રહી છે.

(10:16 am IST)