Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

સિંઘમ અજય દેવગણનો આજે બાવનમો જન્મદિવસઃ 'આરઆરઆર'નો લૂક રિલીઝ

મુંબઇઃ બોલીવૂડમાં ફૂલ ઓૈર કાંટે ફિલ્મથી જબરદસ્ત એન્ટ્રી કરનારા અજય દેવગણનો આજે બાવનમો જન્મદિવસ છે. અજયએ આજે તેના ચાહકો માટે પોતાની આગામી ફિલ્મ આરઆરઆરનો પહેલો લૂક રજૂ કર્યો છે. એસએસ રાજામોૈલીની આ ફિલ્મમાં અજય તસ્વીરમાં દેખાય છે એવા લૂકમાં જોવા મળવાનો છે. ખુદ રાજામોૈલીએ મોશન પોસ્ટર રજૂ કરીને આ લૂક જાહેર કર્યો છે.   અજય દેવગણના માથા પરથી લોહી વહી રહ્યું છે. શરીર પર કારતુસ બાંધી રાખી છે.  આ ફિલ્મે અનેક રેકોર્ડ રિલીઝ થયા પહેલા જ પોતાના નામે કર્યા છે. ફિલ્મની કમાણી અત્યારથી જ નવસો કરોડની થઇ ચુકી છે. જે બાહુબલીની પ્રીરિલીઝ કરતાં ડબલ છે. દશેરાના તહેવાર પર આ ફિલ્મ રિલીઝ થશે. જેમાં જુનીયર એનટીઆર, રામ ચરણ અને આલિયા ભટ્ટ સહિતના કલાકારો છે.

નવી દિલ્હીમાં જન્મેલા અજયના પિતા વીરૂ દેવગણ બોલીવૂડમાં ખુબ જાણીતા એકશન ડિરેકટર હતાં. એકશન હીરોથી સફર શરૂ કરનારા અજયએ રોમાન્ટીક, કોમેડી સહિતના જોનરમાં પણ કામ કર્યુ છે. તેની આગામી ફિલ્મોમાં સૂર્યવંશી, મેદાન, ચાણકય, ગોલમાલ ફાઇવ સહિત સામેલ છે.

(3:20 pm IST)