Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

16 એપ્રિલના રોજ થિયેટરોમાં રિલીઝ થશે 'વોયેજર્સ'

મુંબઈ: હોલીવુડની સાયન્સ-ફિક્શન થ્રીલર ફિલ્મ 'વોયેજર્સ' 16 એપ્રિલે ભારતીય થિયેટરોમાં રિલીઝ થશે. નીલ બર્ગર દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં કોલિન ફેરેલ, લીલી રોઝ ડેપ, ટી શેરીદાન અને ઇસા હેમ્પસ્ટેડ રાઈટ છે. 'વોયેજર્સ' 30 યુવાન પુરુષો અને સ્ત્રીઓની સાહસિક વાર્તા કહે છે જેમને નવા ઘરની શોધમાં ઊંડા અવકાશમાં મોકલવામાં આવે છે. આ ફિલ્મ નવેમ્બર 2020 માં આંતરરાષ્ટ્રીય સ્તરે રિલીઝ થવાની હતી પરંતુ રોગચાળાને કારણે તેનું રિલીઝ મોકૂફ રાખવું પડ્યું. આ ફિલ્મ ભારતમાં પીવીઆર પિક્ચર્સ દ્વારા રિલીઝ કરવામાં આવશે.

(5:00 pm IST)