Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

અજય દેવગન સાથે ‘દૃશ્‍યમ ૨'માં દેખાશે અક્ષય ખન્‍ના

મુંબઇ,તા. ૨ : ‘દૃશ્‍યમ ૨'માં  હવે અજય દેવગન અને તબુ સાથે અક્ષય ખન્ના જોવા મળવાનો છે. ‘દૃશ્‍યમ' ૨૦૧૫માં આવી હતી. એ ફિલ્‍મને નિશિકાંત કામતે ડિરેક્‍ટ કરી હતી. હવે એની સીક્‍વલને અભિષેક પાઠક ડિરેક્‍ટ કરશે. વિજય સાળગાંવકરના રોલમાં અજય દેવગન અને ઇન્‍સ્‍પેક્‍ટર જનરલના રોલમાં તબુ જોવા મળવાની છે. આ સીક્‍વલને ભૂષણ કુમાર, ક્રિષન કુમાર, કુમાર મંગત પાઠક અને અભિષેક પાઠક સાથે મળીને પ્રોડ્‍યુસ કરવાના છે. અક્ષય ખન્ના સાથેનો ફોટો ઇન્‍સ્‍ટાગ્રામ પર શેર કરીને તબુએ કેપ્‍શન આપી હતી, ‘અક્ષય ખન્ના જેવા એક્‍ટરની ‘દૃશ્‍યમ ૨'માં એન્‍ટ્રી થતાં ખુશી થઈ રહી છે.'

(11:28 am IST)