Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

કાશ્‍મીરમાં શરૂ થશે સમંથા-વિજયની ફિલ્‍મનું શુટીંગ

સાઉથની સુંદર સમંથા રૂથ પ્રભુ ફરીથી સક્રિય થઇ ગઇ છે. પુષ્‍પામાં એક આઇટમ સોંગમાં દેખાયેલી સમંથા હવે વિજય દેવરકોન્‍ડા સાથે એક ફિલ્‍મ કરી રહી છે. આ ફિલ્‍મનું કામચલાઉ ટાઇટલ ખુશી રાખવામાં આવ્‍યું છે. ફિલ્‍મમાં સમંથા અને વિજય મુખ્‍ય ભુમિકામાં છે. આ ફિલ્‍મનું મુહુર્ત મૈત્રી મૂવી મેકર્સે દ્વારા કરી લેવામાં આવ્‍યું છે. આ ફિલ્‍મની સ્‍ટોરી એક રોમેન્‍ટિક-ડ્રામા છે. જેમાં વિજય અને સમંથા સાથે સચિન ખેડેકર, મુરલી શર્મા, લક્ષ્મી, અલી, રોહિણી, વેનેલા કિશોર, રાહુલ રામક્રિષ્‍ના, શ્રીકાંત ઐયંગર અને શરણ્‍ય પણ જોવા મળશે. ફિલ્‍મના પહેલા શેડયુલનું શુટીંગ કાશ્‍મીરમાં કરવામાં આવશે. એ પછી હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ અને એલેપ્‍પીમાં પણ શૂટ કરવામાં આવશે. ફિલ્‍મના મુહુર્ત વખતે વિજય દેવરાકોન્‍ડા ટીમ સાથે હાજર હતો. આ મુહુતેનો ફોટો મૈત્રી મૂવી મેકર્સે ઇન્‍સ્‍ટાગ્રામ પર શેર કર્યો હતો. ફિલ્‍મનું શુટીંગ હવે આગામી દિવસોમાં શરૂ થશે.

(12:48 pm IST)