Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

આઇકિન હેર રિમૂવર ક્રિમ માટે બ્રાન્‍ડ એમ્‍બેસેડેર તરીકે મૌની રોય જોડાઈ

એસ્‍ટ્રાબેરી તેની પર્સનલ કેર પ્રોડક્‍ટ રેન્‍જનું વિસ્‍તરણ કર્યું

મુંબઇ, તા.૨: ગુંડર્ગાંવ સ્‍થિત, પર્સનલ કેર હોમગ્રોન ઉત્‍પાદક કંપની આઇવિયા બ્‍યુટી પ્રા. લિ.એ તેમની મુખ્‍ય બ્રાન્‍ડ ‘એસ્‍ટાબેરી' અને ‘આઇકિન'એ તાજેતરમાં જ તેની હેર રિમૂવલ ક્રિમ અને વાઇન ફેશિયલ કિટની નવી પ્રોડક્‍ટ રેન્‍જ રજૂ કરી છે. આર્યુવેદ અને વિજ્ઞાન બંનેના સંયોજનથી પ્રેરિત આ મૂવએ દરેકની પર્સનલ કેર જરૂરિયાતના વન-સ્‍ટેપ સોલ્‍યુશનને આગળ વધારશે, હેર રિમૂવલ ક્રિમ, ફેસ વોશ, સનસ્‍ક્રીન, હોમ ફેશિયલ કિટ, ઓનિયન ઓઇલ અને શેમ્‍પૂની આ રેન્‍જએ ક્રુરતાથી મુક્‍ત, વિગન અને ઇકો-ફ્રેન્‍ડલી પ્રોડક્‍ટ છે. પ્રસિદ્ધ અભિનેત્રી અને મોડેલ મૌની રોયએ ‘આઇકિન હેર રિમૂવર ક્રિમ'ની બ્રાન્‍ડ એમ્‍બેસેડોર તરીકે કરાર સાઈન કર્યા છે. આઇવિયા બ્‍યુટી પ્રા. લિ. એ ભિમસૈનીના હાઉસનું એક વેન્‍ચર છે, જે કાજલ ઉદ્યોગ અને કુદરતી સ્‍કીનકેર, હેલ્‍થકેર અને આઇકેર પ્રોડક્‍ટ્‍સની રેન્‍જમાં ૧૯૫૦થી અગ્રણી ઉત્‍પાદક તથા વિતરક છે, આ પ્રોડક્‍ટ્‍સ ભારતીય ઉપરાંત વૈશ્વિક બજારમાં પણ પ્રાપ્‍ય છે.

શ્રી આંચલ આર્યા, ડિરેક્‍ટર, આઇવિયા બ્‍યુટી પ્રા. લિ. કહે છે, ઙ્કઆપણી ત્‍વચાનું ધ્‍યાન રાખવું એ આપણી નિયમિતતા છે અને તેને કુદરતી તત્‍વોથી ધ્‍યાન રાખવું જરૂરી છે તેથી જ આ કેમ્‍પેઇનના ભાગરૂપે અમારી બ્રાન્‍ડ એમ્‍બેસેડોર તરીકે મૌની રોયના ચહેરાને લીધો છે. એસ્‍ટાબેરી પ્રોડક્‍ટ્‍સએ આયુર્વેદના સત્‍વોની સાથોસાથ પેઢીઓ જૂના ભારતીય વિજ્ઞાન આધારીત છે, જેમાં કુદરતી સામગ્રીની સાથોસાથ આધુનિક ફોર્મ્‍યુલા અને વિશિષ્ટ સુગંધનો પણ સમાવેશ થાય છે. નવી રજૂ થયેલી એસ્‍ટાબેરી વાઈન ફેસિયલ કિટ અને વાઈન ફેસવોશએ આજની પેઢી અને સલોન ઓનરમાં અત્‍યંત પ્રસિદ્ધ બની છે. લાલ દ્રાક્ષ એક્‍ટ્રેક્‍ટ જેવા કુદરતી સત્‍વો અને ખાસ તૈયાર કરવામાં આવેલા ફોર્મયુલેશન્‍સથી આ અલગ જ પ્રકારની ફેસિયલ કિટ તૈયાર કરવામાં આવી છે, જે ચહેરા પરની કરચલી ઓછી કરી અને ઘટેલા મોઇશ્‍ચરને ફરીથી સુધારશે, ત્‍વચાને ટાઈટ કરી અને ગ્‍લો અને ફેરનેસ આપશે. સુંદર સુગંધ તથા ક્રાફટેડ પેકેજિંગએ આ પ્રોડક્‍ટ્‍સમાં એક સેન્‍સરી અનુભવ ઉમેરે છે, જે તેના અનુભવને વધુ આનંદપ્રદ અને સંતોષપ્રદ બનાવશે.'

(5:13 pm IST)