Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

મારા માટે ઈદ એ આનંદ અને આભારનો દિવસ છે : વસીમ મુશ્તાક

મુંબઈ: ટીવી શો ‘જાસૂસ બહુ’માં જોવા મળેલા એક્ટર વસીમ મુશ્તાક ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરવા માટે ઉત્સાહિત છે. તે કહે છે કે ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે પવિત્ર રમઝાન મહિનાની પૂર્ણાહુતિ નિમિત્તે ઉજવવામાં આવે છે. જેમાં અમે મુસ્લિમો આખો દિવસ ઉપવાસ રાખીએ છીએ. જોકે, ઈદના દિવસે કોઈ ઉપવાસ નથી. ઈદ-ઉલ-ફિત્રના આ દિવસને 'સ્વીટ ઈદ' તરીકે પણ ઓળખવામાં આવે છે, અને વ્યાપક પૂજા, દાન અને મિજબાની સાથે ઉજવવામાં આવે છે. વસીમ આ વર્ષની ઉજવણી માટે ખૂબ જ આતુર છે. તે કહે છે કે અમે આ તહેવારને ખૂબ જ ઉત્સાહથી ઉજવીએ છીએ અને આ વર્ષ ખાસ રહેશે કારણ કે છેલ્લા બે વર્ષથી અમે તેનો આનંદ માણી શક્યા નથી. આ દિવસે, અમે અમારા મિત્રો અને પરિવારને ઘરે આમંત્રિત કરીએ છીએ.

 

(6:52 pm IST)