Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

હવે હું એ તબક્કે પહોંચી ગઇ છું: યામી

અભિનેત્રી યામી ગોૈતમની કારકિર્દીની ગાડી દોડવા માંડી છે. આ વર્ષમાં તેની ત્રણ ત્રણ ફિલ્મો આવી રહી છે. યામી આ કારણે સતત ખુશ છે. તે કહે છે મેં ઉતાવળ કરી નહોતી, ધીરજપુર્વક સારી ફિલ્મો મળવાની રાહ જોઇ હતી અને હવે હું ધીરજના મીઠા ફળ ચાખી રહી છું. યામી કહે છે હવે હું એ તબક્કે આવી પહોંચી છું જ્યાં મારી મરજી મુજબના રોલ સ્વ્ીકારી શકુ છું. વર્ષ ૨૦૧૨માં વિક્કી ડોનર ફિલ્મથી બોલીવૂડમાં એન્ટ્રી કરનાર યામી અભિષેક બચ્ચન સાથેની ફિલ્મ દસવીંમાં પોલીસ અધિકારીના રોલમાં છે. આ ઉપરાંત તે થ્રિલર ફિલ્મ અ થર્સડે અને હોરર કોમેડી ભૂત પોલીસમાં પણ છે. વૈવિધ્યસભર ભુમિકાઓ ભજવવા ઇચ્છતી યામી જાણી જોઇને અલગ જ વિષયવસ્તુ ધરાવતી ફિલ્મો પસંદ કરી રહી છે. તે કહે છે હું મારું પાત્ર કેટલુ શકિતશાળી છે અને કેટલુ અલગ છે એ જોઇને ફિલ્મમાં કામ કરુ છુ. હિમાચલ પ્રદેશ બિલાસપુરની યામીએ કન્નડ, પંજાબી, તેલગુ, મલયાલમ, તમિલ ફિલ્મો પણ કરી છે. જો કે અભિનયની શરૂઆત ટીવી શો ચાંદ કે પાર ચલો (૨૦૦૮)થી કરી હતી.

(10:32 am IST)