Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

કાર્તિક જોડાયો વધુ એક મોટી ફિલ્મ સાથે

કાર્તિક આર્યન પોતાની મહેનતથી બોલીવૂડમાં આગળ વધ્યો છે. તે અહિ સતત એક પછી એક મોટી ફિલ્મો મેળવી રહ્યો છે. કરણ જોહર અને શાહરૂખ ખાન દ્વારા ભલે તેને ફિલ્મો માટે બ્લેકલિસ્ટમાં મુકાયો હોવાની ચર્ચાઓ ભલે ચાલી રહી હોય પરંતુ તેને સતત ઓફર મળી જ રહી છે. હંસલ મહેતા નિર્દેશીત 'કૅપ્ટન ઇન્ડિયા'માં કાર્તિક આર્યન પાઇલોટની ભૂમિકા ભજવી રહ્યો છે. રોની સ્ક્રૂવાલા અને હરમન બાવેજા આ ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે.  એકશન-ડ્રામા જોનરની આ ફિલ્મની કહાની એક સફળ રેસ્કયુ મિશન પરથી પેરિત છે. કાર્તિકે કહ્યું હતું કે 'અમારી 'કૅપ્ટન ઇન્ડિયા' ઇન્સ્પાયરિંગની સાથે થ્રિલિંગ પણ છે અને આપણા દેશના આ ઐતિહાસિક ચેપ્ટરની સ્ટોરીમાં કામ કરવામાં હું ગોૈરવ અનુભવી રહ્યો છું. હંસલ મહેતા સાથે કામ કરવાની મને એક મોટી તક મળી છે. હંસલે કહ્યું હતું કે સત્ય ઘટનાથી પ્રેરીત આ ફિલ્મ એક વ્યકિત કઇ રીતે હજારો લોકોના જીવ બચાવે છે તેના પર આધારીત છે. કાર્તિક સાથે કામ કરવા માટે હું ખૂબ જ આતુર છું.

(9:57 am IST)