Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

દીપિકા પાદુકોણના હોલીવુડ ફિલ્મના કો-સ્ટાર પર લાગ્યો બળાત્કારનો આરોપ: ચીનમાં થઇ ધરપકડ

મુંબઈ: દીપિકા પાદુકોણ સાથે xXx ફિલ્મમાં દેખાયેલા અભિનેતા ક્રિસ વુ પર બળાત્કારનો આરોપ લાગ્યો છે. જે બાદ તેની ચીનમાં ધરપકડ કરવામાં આવી હતી. આ બાબતે માહિતી આપતા ચીની પોલીસે કહ્યું કે 30 વર્ષનો કેનેડિયન માણસ જેની ધરપકડ કરવામાં આવી છે, જેની અટક 'વુ' છે. તેના પર બળાત્કારની શંકા છે. સ્થાનિક મીડિયા અહેવાલોમાં કહેવામાં આવી રહ્યું છે કે આ ચીની મૂળના પોપ ગાયક અને અભિનેતા ક્રિસ વુ છે. હાલ આ મામલે તપાસ ચાલી રહી છે.  

(5:58 pm IST)